ધારી, તા. 15 એપ્રિલ – ધારીમાં લોકલ વિક્સિત માળખાકીય સુવિધાઓ માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યાં છે. હાલમાં જ ધારીના ધારાસભ્ય જે.વી. કાકડીયા, નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી અને સાંસદ ભરતભાઈ સુતરીયાની વિશિષ્ટ ઉપસ્થિતિમાં અગત્યની રજૂઆત કરવામાં આવી.
ધારી પૂર્વના પૂર્વ સરપંચ જીતુભાઈ જોષી દ્વારા ધારી બ્રોડગેજ લાઇન મંજુર કરાવવી, સરસીયા રોડના 51 C નંબરના ફાટકને વિશાળ બનાવવો તથા નવી વસાહત માટે અંડરગ્રાઉન્ડ ગરનાળું અથવા નવું ફાટક મંજુર કરાવવાની માંગ સાથે પુનઃ રજૂઆત કરવામાં આવી. તેમણે જણાવ્યું કે હાલની ટ્રાફિક સમસ્યાઓ અને સામાન્ય જનતાની અવરજવરના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આ વિકાસકાર્યોથી સ્થાનિક લોકોને મોટી રાહત મળશે.
આ પ્રસંગે ધારી તાલુકા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ હિરપરા, મુકેશભાઈ રૂપારેલીયા તથા સલીમભાઈ હુદાણી પણ હાજર રહ્યા હતા અને તેમણે આ રજૂઆતને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. તમામ હોદેદારોએ ભાવિ સમયમાં ધારીના સર્વાંગી વિકાસ માટે રજૂઆત કરી હતી.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો







