વિસાવદર, અમરેલી: વિસાવદર વિધાનસભા બેઠક માટે રાજકીય ગણિતમાં નવા ફેરફારની શરૂઆત થઈ છે. પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ યુવા નેતા કપિલ વેગડાને વિસાવદર વિધાનસભા બેઠકના મુખ્ય પ્રભારી તરીકે અને લાલજીભાઈ કોટીડીયાને સહપ્રભારી તરીકે નિમણૂક કરી છે. આ સાથે જ વિસાવદરના રાજકારણમાં નવી ચેતનાનું સંચાર થયો છે.
કપિલ વેગડા એ યુવાનોમાં લોકપ્રિય, સંઘર્ષશીલ અને લોકોના પ્રશ્નોને લઇ ને હંમેશા સક્રિય રહ્યા છે. તેમની નિમણૂક એ માત્ર પાર્ટી માટે નહીં પરંતુ વિસાવદરની જનતાની આશા અને અપેક્ષાઓ માટે પણ એક સકારાત્મક સંકેત છે.
વિશેષ રૂપે, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા દ્વારા કપિલ વેગડા પર બતાવાયેલું વિશ્વાસ એ બતાવે છે કે હવે વિસાવદર માટે પ્રજા શક્તિ પાર્ટી રાજકીય મંચ પર ગંભીરતાથી પોતાની ભૂમિકા નિભાવવા તૈયાર છે.
કપિલ વેગડાએ પ્રભારી તરીકે જવાબદારી સંભાળતા તરત જ વિસાવદરના ગ્રામ્ય વિસ્તારોમાં સંપર્ક યાત્રાની શરૂઆત કરી છે. તેઓ ખેતી, રોજગાર, આરોગ્ય અને શિક્ષણના મુદ્દાઓને નિકટથી સમજવા માટે સીધા લોકોની વચ્ચે પહોંચી રહ્યા છે.
તેઓએ જણાવ્યું કે, “હવે સમય આવ્યો છે કે વિસાવદરની સમસ્યાઓના ઉકેલ માટે માત્ર વચનો નહીં, પણ જમીન પર કામ થવું જોઈએ.”







