બગસરા રૂપેશ રૂપારેલીયા/ બગસરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તા.૩૦/૧૨/૨૦૨૫ના રોજ ગાંધીનગર સચિવાલય ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી સાથે બગસરાના પ્રાણ પ્રશ્નોને લઇ બેઠક કરી હતી.
જેમાં બગસરામાં જી.આઈ.ડી.સી. આર.ટી.ઓ. પરીક્ષા કેન્દ્ર સરકારી દવાખાનામાં ક્લાસવન ઓફિસર નિમણૂક તેમજ ગાયનેક ડોકટર ઓર્થોપેડિક ડોક્ટર આંખ નાક કાન ગળાના ડોક્ટર સહિત દવાઓના સ્ટોક સહિતના પ્રશ્નો રેલ્વે ની સુવિધા બગસરા માં સીટી સર્વેની ઓફિસ પોલીસ લાઇન માટે ક્વાર્ટર સબ રજીસ્ટર્ડ ઓફિસ પી.જી.વી.સી.એલ. વધારાનું 66કે.વી. ફાળવવા તેમજ શહેરના વિવિધ પ્રશ્નો સાથે ગાંધીનગર સચિવાલય ખાતે બગસરા શહેરના વિવિધ પ્રશ્ર્નોની લેખિતમાં તેમજ મૌખિક રજૂયાત વાહન વ્યવહાર મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી પેટ્રો કેમિકલ અને સંસદીય બાબતો ના મંત્રી કૌશિકભાઈ વેકરીયા સબ રજીસ્ટર નાણાં મંત્રાલય ના મંત્રી કનુભાઈ દેસાઈ નાગરીક અને ખાદ્ય અને ગ્રાહક સુરક્ષા મંત્રી રમણભાઈ સોલંકી તેમજ આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સહિતના મંત્રીશ્રીઓ સાથે બેઠક કરી હતી.
આ સાથે ધારી બગસરાના ધારાસભ્ય જે.વી. કાંકડીયા બગસરા તાલુકા પ્રમુખ પ્રદીપ ભાખર બગસરા તાલુકા મહામંત્રી દેવરાજ રાંક પ્રકાશ પરમાર મોટા મુંજયાસર સરપંચ જયસુખભાઈ ખેતાણીને સાથે રાખી બગસરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ હડિયલ મંત્રી નિલેશ દેસાણી કારોબારી સભ્ય રાહુલ રૂપડા સહિતના મળ્યા હતા તેમજ કમલમ્ ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મંત્રીશ્રી આશાબેન નકુમ પ્રદેશ સંગઠન રત્નાકરજી તેમજ પ્રદેશ કિસાન મોરચા પ્રમુખ હિરેનભાઈ હિરપરાને મળી બગસરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શુભેચ્છા પાઠવી હતી.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો







