અમરેલી શહેરમાં બનાવટી બીડી અને તમાકુ બનાવતું એક ગેરકાયદેસર કારખાનું ઝડપી લેવામાં આવ્યું છે. અમરેલી સ્પેશ્યલ ઓપરેશન ટીમ દ્વારા ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન મોટાપાયે બનાવટી તમાકુ અને બીડીનો જથો ઝડપી લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, બાગબાન અને સુરેશ કંપનીની બનાવટી તમાકુ તથા ચારભાઈ અને સંભાજી કંપનીના બનાવટી બીડી પેકેટો મોટી માત્રામાં મળી આવ્યા છે. સાથે જ કારખાનામાં ઉપયોગમાં લેવાતો કાચું માલ, મશીનો અને પેકિંગ સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે.

જપ્ત કરાયેલા સામાનની કુલ કિંમત રૂપિયા 4,36,315 હોવાનું પ્રાથમિક અંદાજમાં સામે આવ્યું છે.આ કેસમાં આરોપી તરીકે ઈરફાન પઠાણ નામના વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

SOG શરૂ કરશે તપાસ
સ્પેશ્યલ ઓપરેશન ટીમ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે કે આ બનાવટી માલ ક્યાં-ક્યાં સપ્લાય થતો હતો અને આ રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલા છે. શહેરમાં ચાલતા બનાવટી તમાકુ અને બીડીના ગેરકાયદેસર ધંધા સામે આ કાર્યવાહી મોટી સફળતા માનવામાં આવી રહી છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો