અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે ડીજીટલ ક્રોપ સર્વે અંતર્ગત ખેડૂતોના ખેતરમાં વાવેતર કરેલા પારોનો સર્વે થયો છે. આ સર્વે અન્વયે AI ટેકનોલોજી મારફતે વોટ્સએપ ફોન કે ચેટ મેસેજ દ્વારા ખેડૂતોનો સંપર્ક કરવામાં આવશે.

આ ફોન અને મેસેજ દ્વારા ખેડૂતો પાસેથી સર્વે થયેલા પ્લોટ, ખેતરની અને વાવેતર કરેલા પાકોની માહિતી મેળવવામાં આવશે અને તેનું સર્વે સાથે ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે.

આ સર્વે સાથે ક્રોસ વેરિફિકેશન અંતર્ગત માંગવામાં આવનાર માહિતી યોગ્ય રીતે આપવા માટે તેમજ અફવાથી પ્રેરાયા વગર ગેરમાર્ગે ન દોરાવવા અને તકેદારી રાખવા માટે અમરેલી જિલ્લા નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ) એ એક યાદીમાં જણાવ્યું છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો