ગુજરાત વિધાનસભા માં આજે એક મહત્વનો અને ઐતિહાસિક દિવસ છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે વર્ષ 2026-27માટેનું રાજ્યનું અંદાજપત્ર રજૂ કરશે. નાણામંત્રી તરીકે કનુભાઈ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરશે અને સાથે જ એક નવો વિક્રમ સ્થાપવા જઈ રહ્યા છે. આ વર્ષનું બજેટ ગુજરાતના ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રહેવાની સંભાવનાઓ છે.
આજે બપોરે 12 વાગ્યે વિધાનસભાની બેઠક શરૂ થશે. દિવસની કાર્યવાહીની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી કરવામાં આવશે. જેમાં ગૃહ, કાયદો અને ન્યાયતંત્ર પર વિસ્તૃત ચર્ચા થશે. આ ઉપરાંત વાહનવ્યવહાર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ઉદ્યોગ, પ્રવાસન તેમજ આદિજાતી વિકાસ અને કુટીર ઉદ્યોગને લગતા પ્રશ્નો પર વિપક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચે ચર્ચા-વિચારણા થશે. પ્રશ્નોત્તરી કાળ બાદ ગૃહમાં નાણામંત્રી વધારાના ખર્ચના પત્રકો રજૂ કરશે.ત્યારબાદ વધારા ખર્ચના પૂરક પત્રકની નાણાં મંત્રી ગૃહ માં ટેબલ કરશે. ત્યારબાદ સૌની આતુરતાનો અંત લાવતા વર્ષ 2026-27નું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે.
રજૂ થઈ શકે છે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ
ગત વર્ષ 2025-26ના બજેટની જો વાત કરવામાં આવે તો રાજ્યનું બજેટ 3.70 લાખ કરોડ રૂપિયાનું હતું. ત્યારે આ વર્ષે વર્ષે બજેટના કદમાં આશરે 12 થી 15 ટકાનો વધારો પણ જોવા મળી શકે છે. આ સાથે જ બજેટમાં નાણાંકીય વર્ષ 2026-27 માટે માળખાગત વિકાસ, કૃષિ, ઉદ્યોગ, શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં વધુ ફાળવણી થવાની શક્યતા છે. રાજ્ય સરકાર દ્વારા ચાલુ યોજનાઓને વધુ મજબૂત બનાવવા સાથે નવી યોજનાઓની પણ બજેટમાં જાહેરાત થવાની સંભાવના છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો







