Ahmedabadના એસપી રિંગ રોડ પર ઝુંડાલ નજીક આવેલ હોટલ હિલલોક પાસે તંત્ર દ્વારા ડિવાઇડર કટ બંધ કરાતા લોકોને ભારે મુશ્કેલીનો સમનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ ગરનાળા પર ફક્ત ટુ વ્હીલર નીકળી શકે તેવી વયસ્થા તંત્રએ કરતાં સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે તંત્રને અનેક રજૂઆત કરતાં કોઈ નિવાડો ન આવતા લોકોએ રસ્તો ખોલાવવા માટે રસ્તે ઉતરી વિરોધ પ્રદર્શન કરવું પડ્યું છે.

છેલ્લા ઘણા સમય સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ત્યારે ડિવાઈડર કટનો વિવાદ વધતા ફરી એકવાર લોકો રસ્તા પર ઉતાર્યા છે. લોકોને બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સહન કરવો પડ્યો છે. જેમાં એમ્બ્યુલન્સ સહિત અનેક લોકો ફસાયા છે.

સ્થાનીક લોકોના જણાવ્યા મુજબ કટ ખોલવા માટે લોકોએ સ્થાનીક આગેવાનથી લઈ અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે. છતાં પણ કોઈ નિકાલ આવ્યો નથી. ત્યાર 15 દિવસની અંદર બીજી વખત લોકો રસ્તા પર ઉતર્યા છે.

સામાન્ય વરસાદમાં પણ ભરાય છે પાણી
તંત્ર દ્વારા એક તરફ કટ બંધ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ સામાન્ય વરસાદ પડતા પણ ગરનાળામાં પાણી ભરાય છે અને એક વર્ષ પહેલા ત્રાગડ નજીક આવેલ વૈષણોદેવી અંદરબ્રિજ નજીક ત્રણ દિવસ સુધી પાણી ભરાતા આ વિસ્તારના લોકો 15 કિલોમીટર સુધી ફરવા જવું પડતું હતું. ત્યારે આ વિસ્તારના લોકોને આ રસ્તા મામલે સતત મુશ્કેલી વેઠવી પડે છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો