અમરેલી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના યુવા અધ્યક્ષશ્રી અતુલભાઈ કાનાણીના જન્મ દિવસ નિમિતે જીલ્લાના મંડળોમાં ભાજપના હોદેદારો દ્વારા અલગ – અલગ સેવાકાર્યો કરી અનેરી ઉજવણી કરવામાં આવી.
“વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો” સુત્રને સાર્થક કરતા ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું, આ કાર્યકર્મમાં તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશ કોટડીયા, મહામંત્રીઓ મુકેશ રૂપારેલીયા, પ્રીતેશ શિરોયા, અમરેલી જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિન કુંજડીયા, અમરેલી જીલ્લા મહિલા મોરચાના મહામંત્રી સરોજબેન દેવમુરારી, હીનાબેન રાવળ, આશાબેન મકવાણા, ખોડાભાઈ ભુવા,ઉમેશભાઈ ધાધલ, પરેશભાઈ પટ્ટણી, સવજીભાઈ મયાત્રા, અનવર લલિયા, દિનેશ બલદાણિયા, ઉદય ઢોલા,ચિંતન રંગપરીયા, જીતું ભુવા, જીગ્નેશગીરી ગોસાઈ, સશીકાંત સતાસિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
“સંગઠન હી સેવા, સેવા હી સંગઠન” અંતર્ગત બગસરા શહેર અને તાલુકા ભાજપ દ્વારા બગસરાના અતિ પછાત વિસ્તારમાં વસતા સરાણિયા પરિવારના બાળકોને શહેરની પ્રખ્યાત આશિર્વાદ રેસ્ટોરન્ટમાં ભરપેટ ભોજન કરાવ્યું અને શિક્ષણ કીટ ગીફ્ટ આપી હતી, હોટલમાં જમીને છેવાડાનાબાળકો ખુશ – ખુશાલ થયા હતા આ તકે જીલ્લા ભાજપના ઉપપ્રમુખ મનોજ મહીડા, બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર, શહેર ભાજપ ઘનશ્યામ સાદરાણી, મહામંત્રીઓ દેવરાજ રાંક, પ્રકાશ પરમાર, પ્રવિણ બોરડ, હિરેન ચૌહાણ, પૂર્વ પ્રમુખ એડવોકેટ ધુરુભાઈ કોટાડિયા, તાલુકા પંચાયત સદસ્ય વિપુલ ભેસાણિયા, અશ્વિન કોરાટ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન કાંતિભાઈ વેકરિયા સાથે ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, ખાંભા ખાતે તાલુકા ભાજપ પ્રમુખ આનંદ ભટ્ટે આંગણવાડીના ભૂલકાઓને બુંદી-ગાઠીયાનું જમણકરાવ્યું હતું, જીલ્લા મથક અમરેલી ખાતે સેવાકીય કાર્યો સાથે કેક કટિંગ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા, દામનગર શહેર ભાજપ દ્વારા બાલ વાટિકા તથા પ્રાથમિક શાળાના બાળકોને કંપાસ તથા નોટ બુક વિતરણ કરી ચોકલેટ દ્વારા મો મીઠું કરાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ નરેશ મકવાણા, નગરપાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા, ધ્રુવ ભટ્ટ, સદસ્ય યાસીન ચુડાસમા, હસું ભડકોલિયા હાજર રહ્યા હતા.
લાઠી ખાતે શહેર ભાજપ પ્રમુખ ધર્મેશ સોનીની આગેવાનીમાં સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફ્રુટ વિતરણ તેમજ ગાયોને નીરણ નાખવામાં આવી હતી, જેમાં મહામંત્રી રાજુ રીજીયા, મુન્નાભાઈ મેર,રાજુભાઈ ભુવા, અનિલ નાંઢા, જીલ્લા યુવા મોરચાના મહામંત્રી રોમિત કોટડીયા, ચેતન જમોડ, બાબુભાઈ ધોળકિયા, ભરત ડેર, લલુભાઈ પાટીદાર, અરજણભાઈ વામજા, ભારત ડાંગર, દેહુરભાઈ ભુવા તેમજ શહેર ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજુલા માર્કેટ યાર્ડ ખાતે APMCના ચેરમેન રાજેશભાઈ પરસાણા તથા વાઈસ ચેરમેન અને જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી પીઠાભાઈ નકુમ દ્વારા યાર્ડના શ્રમિકોને આઈસ્ક્રીમ ખવડાવી જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીને જન્મ દિવસની ઉજાણી કરવામાં આવે.







