ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તાલાલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસે સઘન કોમ્બિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાંથી ઘાતક હથિયારો અને દેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે કુલ 11 શખ્સોની અટકાયત કરી છે જ્યારે 7 ઇસમો સામે ગુના નોંધાયા છે.

કાયદો-વ્યવસ્થા જાળવવા સઘન ઓપરેશન

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં તાજેતરમાં બનેલી ગૌહત્યા, ગંભીર ઇજાના કારણે એક પગીના મોતની ઘટના તેમજ જાવંત્રીગીર ખાતે મર્ડર અને આગચંપી જેવી ઘટનાઓને પગલે પોલીસ એક્શનમાં આવી હતી. ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા અને અસામાજિક તત્વોમાં પોલીસનો ભય બેસાડવા માટે આ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું.

સંવેદનશીલ વિસ્તારોમાં તપાસ

પોલીસે તાલાલા શહેરના સીદીવાડા અને નરસિંહ ટેકરી વિસ્તાર ઉપરાંત તાલુકાના સંવેદનશીલ ગામો જેવા કે:

  • જાંબુર ગીર

  • માધુપુર ગીર

  • સુરવા ગીર

  • પાણીકોઠા

  • લીમધ્રાગીર

  • શિરવાણ

સહિતના વિસ્તારોમાં સઘન ચકાસણી કરી હતી.

300થી વધુ પોલીસકર્મીઓનો કાફલો

આ વિશાળ ઓપરેશનમાં 2 ડીવાયએસપી, 9 પીઆઈ, 15 પીએસઆઈ સહિત ગીર સોમનાથ જિલ્લાનો 300થી વધુ પોલીસકર્મીઓનો કાફલો જોડાયો હતો. પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરી અને ગેરકાયદેસર હથિયારો તથા દેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો.

ગુનાખોરી સામે પોલીસ કડક

પોલીસના જણાવ્યા મુજબ જિલ્લામાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે. અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ગુનાખોરીને કોઇપણ સંજોગોમાં સહન કરવામાં આવશે