ધારી તાલુકાના દહિડા ગામે વિકાસને નવી દિશા આપતા ₹70 લાખના ખર્ચે બની રહેલા સુવિધાપથ (સુવિધા માર્ગ)નું ખાતમુહૂર્ત ધારાસભ્ય જે.વી. કાકડિયા ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટથી ગ્રામ્ય વિસ્તારના લોકો માટે અવરજવર વધુ સરળ બનશે અને સ્થાનિક વિકાસને ગતિ મળશે.

આ શુભ પ્રસંગે ચલાલા નગરપાલિકાના ઉર્જાવાન પ્રમુખ જયરાજભાઈ વાળા, ભુપતભાઈ વાળા (ધારી), પૂર્વ તાલુકા પંચાયત સભ્યો મંગલુભાઈ વાળા, બાબાભાઈ વાળા, અરવિંદભાઈ ભેસાણિયા, સામાજિક અગ્રણી મનુભાઈ ધાધલ, કાળુભાઈ ઝર, હર્ષદભાઈ રાવલ તેમજ દહિડા ગામના સરપંચ અશોકભાઈ સહિત અનેક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યએ જણાવ્યું કે આ સુવિધાપથ ગામના લોકો માટે મહત્વપૂર્ણ સાબિત થશે અને આવનારા સમયમાં વધુ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે. ગામના આગેવાનો અને રહેવાસીઓએ આ પ્રોજેક્ટ માટે આનંદ વ્યક્ત કર્યો અને તંત્રનો આભાર માન્યો.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો