સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ અમરેલી જિલ્લામાં રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. હવે લોકોની નજર અમરેલી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના મહત્વના હોદ્દાઓ પર છે. ખાસ કરીને જિલ્લા પ્રમુખ પદ માટેની દોડ ખૂબ રસપ્રદ બની છે. આ વખતે પ્રથમ ટર્મ માટે આ પદ સામાન્ય મહિલા વર્ગ માટે અનામત રાખવામાં આવ્યું હોવાથી અનેક મહિલા નેતાઓ મેદાનમાં ઉતરી છે અને અંદરખાને લોબિંગ પણ તેજ બન્યું છે.
અમરેલી જિલ્લા પંચાયત અધ્યક્ષ પદ માટે જૂનાવાઘનિયા બેઠક પરથી વિજેતા થયેલ મિતલબેન પ્રદીપભાઈ ભાખર, ચાંચ બેઠકના ભાનુબેન વિક્રમભાઇ શિયાળ, ચાવંડ બેઠકના સોનલબેન સંજયભાઇ તારપરા, ચિતલ બેઠકના વિલાસબેન જયંતિભાઇ દેસાઇ, કેરીયાનાગસ બેઠકના સોનલબેન જયેશભાઈ ગાંગડીયા, વંડા બેઠકના નયનાબેન મુકેશભાઇ આદ્રોજા, ક્રાંકચ બેઠકના જાગૃતિબેન જનકભાઈ દુધાત, કોટડાપીઠા બેઠકના શિલ્પાબેન હીતેશભાઇ કલકાણી, નેસડી બેઠકના દક્ષાબેન ધર્મેશભાઇ ચોડવડીયા, નાગેશ્રી બેઠકના શારદાબેન કરશનભાઈ ભીલ પ્રમુખ પદની રેસમાં સામેલ છે. બીજી તરફ જિલ્લા પંચાયતમાં કારોબારી ચેરમેન જેવી મહત્વની કમિટી માટે પણ જોરદાર રેસ ચાલી રહી છે. જોકે અંતિમ નિર્ણય પાર્ટીનો જ રહેશે.
અમરેલી જિલ્લા પંચાયતના મુખ્ય હોદ્દાઓ માટે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે અને અંદરખાને લોબિંગ પણ વધ્યું છે. પાર્ટી સંગઠન અને રાજકીય સમીકરણોને આધારે ટૂંક સમયમાં પદાધિકારીઓના નામોની જાહેરાત થવાની સંભાવના છે. હવે સૌની નજર એ પર છે કે અંતે કોને જવાબદારી સોંપવામાં આવે છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







