વડોદરા શહેરના છાણી TP13 વિસ્તારમાં જાહેર માર્ગ પર ચાલુ બાઇક પર પ્રેમી પંખીડાની અશ્લીલ હરકત અને જોખમી સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી છે. વીડિયો વાયરલ થયા બાદ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અને જાહેર શિસ્તભંગના આ કેસને લઈને કડક કાર્યવાહી થવાની શક્યતા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, છાણી TP13 વિસ્તારમાં એક યુવક-યુવતી ચાલુ બાઇક પર અશ્લીલ હરકતો કરતા નજરે પડ્યા હતા. તે દરમિયાન યુવકે બાઇક પર જોખમી સ્ટંટ પણ કર્યા હતા. પાછળથી આવી રહેલા અન્ય વાહન પર બેઠેલા યુવકે સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઇલમાં કેદ કરી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો, જે થોડી જ વારમાં વાયરલ થયો.
વાયરલ વીડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે બાઇક ચલાવતો યુવક ટ્રાફિક નિયમોનો ભંગ કરી રહ્યો છે અને પોતાની સાથે અન્ય માર્ગ વપરાશકર્તાઓની સુરક્ષા જોખમમાં મૂકી રહ્યો છે. સાથે જ જાહેર સ્થળે અશ્લીલ હરકત કરીને સામાજિક મર્યાદાનો ભંગ કર્યો હોવાનો આરોપ પણ લાગી રહ્યો છે. વીડિયો સામે આવતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
પોલીસ કરશે કાર્યવાહી
ઘટનાની જાણ થતાં જ વડોદરા શહેર પોલીસએ વીડિયો આધારિત તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રો અનુસાર, વીડિયોમાં દેખાતી બાઇક અને સંબંધિત વ્યક્તિઓની ઓળખ મેળવી મોટર વ્હીકલ એક્ટ તેમજ IPCની સંબંધિત કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ટ્રાફિક નિષ્ણાતોનું કહેવું છે કે જાહેર માર્ગ પર આવા જોખમી સ્ટંટ જીવલેણ સાબિત થઈ શકે છે અને જાહેરમાં અશ્લીલ હરકતો સમાજ માટે પણ ગંભીર ખતરો ઊભો કરે છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો આવા કોઈ કૃત્યો નજરે પડે તો તરત જ પોલીસને જાણ કરે, જેથી સમયસર કાર્યવાહી કરી શકાય.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







