અમરેલી જિલ્લામાં એક તો સાવજ વખણાય અને બીજું વખણાય છે કેરી. આને આ બાણને નો અદભૂત સંગમ ધારી તાલુકામાં જોવા મળ્યો છે. સામાન્ય રીતે આંબાના બગીચામાં રખેવાળી માટે માણસો રાખવામાં આવતા હોય છે, અથવા તો મોંઘી વાડ કરવામાં આવે છે. પણ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે સાક્ષાત વનરાજ કોઈના બગીચાની ચોકી કરતા હોય? જી હા, અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ઝર ગામમાં કંઈક આવો જ અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. અહીં સ્વાદિષ્ટ કેસર કેરીના બગીચાની સુરક્ષા કોઈ સિક્યોરિટી ગાર્ડ નહીં, પણ સિંહ પરિવાર કરી રહ્યો છે.

અમરેલીના ધારી પંથકની સીમ અત્યારે કેસર કેરીની સુગંધથી મહેકી રહી છે. પણ આ સુગંધ વચ્ચે ગીરના રાજાની ગર્જના પણ સંભળાઈ રહી છે. ઝર ગામની સીમમાં આવેલી આંબાની વાડીઓમાં અત્યારે સિંહ પરિવારે ધામા નાખ્યા છે. એક સિંહણ અને તેના ત્રણ પાઠડા આ આંબાવાડીને પોતાનું ઘર બનાવી ચૂક્યા છે. દિવસે આંબાની ઠંડી છાયામા આરામ અને રાત્રે બગીચામાં પહેરો! આ નજારો જોઈને ભલભલાના પરસેવા છૂટી જાય, પણ અહીં તો કુદરતનો અલગ જ ખેલ જોવા મળી રહ્યો છે…

સિંહની હાજરીને કારણે અહીં ઇજારદારો અને મજૂરો પણ એક અનોખા તાલમેલ સાથે કામ કરે છે. જંગલના રાજા સાથેનો આ સહ-અસ્તિત્વનો નજારો એ સાબિત કરે છે કે જો વન્યજીવોને છંછેડવામાં ન આવે, તો તે મનુષ્ય માટે રક્ષક પણ બની શકે છે. સિંહની હાજરીના કારણે જંગલી જનાવરોનો ત્રાસ નાબૂદ થઈ ગયો છે, જેની સીધી પોઝિટિવ અસર કેરીના પાક પર જોવા મળી રહી છે

સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની
ધારી અને ગીર કાંઠાના વિસ્તારમાં સિંહોની સંખ્યા મોટી છે, પરંતુ ઝર ગામની આ આંબાવાડી સોશિયલ મીડિયા અને પંથકમાં ચર્ચાનો વિષય બની છે. પ્રકૃતિ અને પ્રાણી વચ્ચેનો આવો મૈત્રીપૂર્ણ વ્યવહાર માત્ર ગીરમાં જ જોવા મળી શકે. અહીં કેરી પાકે છે આંબા પર, પણ તેની ચોકી કરે છે ડાલામથ્થો સાવજ! જે વાડી માલિકો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો