બનાસકાંઠા જિલ્લાના પવિત્ર અંબાજી મંદિરમાં ભંડાર ગણતરી દરમિયાન ચોરીનો બનાવ સામે આવ્યો છે. મંદિરના ભંડાર કક્ષમાં દર મંગળવારે સીસીટીવી કેમેરાની હાજરીમાં ભંડાર ગણતરી કરવામાં આવે છે, જેમાં મંદિરના કાયમી કર્મચારીઓ, હંગામી કર્મચારીઓ અને સુરક્ષા જવાનો હાજર રહે છે.

મંગળવારે બપોરે લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં ફરજ બજાવતો એક હંગામી કર્મચારી બાથરૂમ તરફ ગયો હતો. આ દરમિયાન તેના પાસેથી નોટોનું બંડલ નીચે પડી ગયું હતું. અન્ય કર્મચારીઓએ આ દૃશ્ય જોયું અને તરત જ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી.

તપાસ બાદ અંબાજી મંદિરના હિસાબી અધિકારીએ અંબાજી પોલીસ મથકે હંગામી કર્મચારી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સ્થળ પરથી 208 નોટો (રૂ. 1,04,000)ની રકમ જપ્ત કરી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા આ રકમ એચડીએફસી બેન્કમાં જમા કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે ચિરાગ ઠાકોર નામના આરોપીની ધરપકડ કરી છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો