બગસરા નાગરીક શરાફી સહકારી મંડળી લી. એ ૪૨ માં પુરા થતા વર્ષ ૨૦૨૫/૨૬ના અંતે હિસાબો ને બહાલી આપવા મળેલ બોર્ડ ઓફ ડિરેકટર્સની મીટીંગ સ્થાપક વ. ચેરમેન શ્રી રશ્નિભાઈ ડોડીઆ ની અધ્યક્ષતામાં મળેલ. જેમની દિર્ધ દ્રસ્ટી તેમજ દ્રઢતા પુર્વકના નિર્ણયો અને સુસંચાલન થકી ૪૨માં વર્ષે મંડળી એ જળહળતી પ્રગતિ સારાંય ગુજરાત માં પ્રભાવસારી હરણફાળ ભરેલ છે.

મંડળી ના વર્ષ ૨૦૨૫/૨૬ અંતે ધિરાણો રૂા.૧૬૦ કરોડથાપણો રૂા.૧૨૦.૨૦ કરોડ,બિઝનેસ રૂા.૨૮૦.ર૦ કરોડ, વાર્ષિક ટર્ન ઓવર રૂા.૭૨૦ કરોડ, NPA O%,સ્વ ભંડોળ રૂા.૩૭.૧૨ કરોડ, તમામ ઘસારા, એન.પીએ રિઝર્વની જોગવાઈ કરી ચોખ્ખો નફો રૂા.૭,૭૨,૦૭,૪૯૧/- (અંકે રૂપીયા સાત કરોડ બોતેર લાખ સાત હજાર ચારસો એકાણુ પુરા) કરેલ છે. તેમજ સહકારી કાયદા માં થયેલ સુધારા મુજબ ગુજરાત ભરની સમગ્ર શરાફી મંડળીઓ માંથી આ મંડળી એ પ્રથમ અમલવારી કરી સભાસદના જમા શેર ભંડોળ ઉપર ૧૬% (સોળ ટકા) ડિવિડન્ડ ની ફાળવણી કરેલ છે.

ચાલુ વર્ષ ૨૦૨૫/૨૬માં ગુજરાતભર ની ૬૭૬૯ શરાફી મંડળીઓ માંથી આ મંડળી એ નફો રૂા.૭૭૨ કરોડ થતા “પ્રથમ ક્રમાક” જાળવી રાખેલ છે અને વધુ માં વધુ છેવાડાના માનવી ને આત્મર્નિભર કરવાના ધ્યેય સાથે કુલ નવ શાખા બગસરા, ધારી, ચલાલા, લીલીયામોટા માં સેઈફ ડીપોઝીટ સાથે માલીકીના મકાનો તથા શાખા અમરેલી, રાજકોટ, અમદાવાદ-નિકોલ, બાપુનગર અને વડોદરા આર્થિકસધરતા સાથે પ્રગતિ કરી રહી છે.

સભાસદ-ડિરેકટર તથા એડવાઈઝરી બોર્ડ ના સભ્યો એ સંચાલનમાં સારી એવી મહેનત થી વિકાસ કરી રહી છે. તેમજ પટ્ટાવાળા થી લઈ જનરલ સેકેટરી, જનરલ એમ.ડી. શાખા અધિકારી તથા તમામ કાયમી સ્ટાફ ખંત પૂર્વક ની પ્રમાણીક નિષ્ઠાથી સેવા બજાવેલ એને ધ્યાનમાં રાખી તમામ કાયમી કર્મચારીઓ ને પ્રોત્સાહક રૂપે એક ઈન્ક્રીમેન્ટનો વધારો આપવો અને સંસ્થામાં બાકી રહેતા તમામ૧૮ (અઢાર), કર્મચારીઓ કે જે હંગામી ધોરણે નોકરી કરે છે. તેવા કર્મચારી ઓની પણ કામની ધગસ અને પ્રમાણીક ભરી નિષ્ઠા ધરાવતા કર્મચારીઓ ને ધ્યાને લઈ તેઓ ને કાયમી કર્મચારી તરીકે ગણવા નો ઠરાવ કરતા સમગ્ર કર્મચારી અને તેમના કુંટુંબી જનો માં હર્ષની લાગણી ફેલાઈ જવા પામી છે. તેમજ કોઈપણ પ્રકાર નું વેતન કે સીટીંગ ફી વગર નિસ્વાર્થ સેવા અપતા એમ.ડી.શ્રી, ડિરેકટશ્રીઓ. અને એડવાઈઝરી બોંડ મેમ્બરો ની કદર કરતા આ અંગે તેઓશ્રી ને “સ્મૃતી ચિન્હ” (ભેટ) આપવવાનુ નકકી કરવામાં આવેલ હોય આમ મંડળીના સર્વાગી વિકાસમાં જેમનો જેમનો સિહ ફાળો રહેલ છે તેઓની સેવાની નોધ લેતા હર્ષ છવાય પામેલ છે. તેમ જન.એમ.ડી.નિતેષ ડોડીઆ, જન.સેક્રેટરી ડી.જી.મહેતા ની યાદીમાં જણાવેલ

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો