મેહુલભાઈ ત્રિવેદી, ધારી/ અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ તથા જિલ્લા સંકલન સમિતિના માર્ગદર્શન હેઠળ બેઠક યોજાઈ હતી, જેમાં અમરેલી જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. પક્ષના નિર્ણયને તમામ ચૂંટાયેલા સભ્યોએ એકજૂથ થઈને આવકાર્યો હતો અને નવા હોદ્દેદારોને પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના મોવડીમંડળ સાથે જિલ્લા નેતૃત્વની સંકલિત ભૂમિકાથી નિર્ણય લેવાયો હોવાનું પક્ષના વરિષ્ઠ પદાધિકારીઓએ જણાવ્યું હતું.

નવા વરાયેલા હોદ્દેદારોની યાદી
જિલ્લા પંચાયત પ્રમુખ (મહિલા અનામત બેઠક): દક્ષાબેન ધર્મેશભાઈ ચોડવડીયા
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ: મહાવીરભાઈ વલકુભાઈ ભગત (મહાવીર બાપુ)
કારોબારી સમિતિના ચેરમેન: અર્જણભાઈ ભીમાભાઈ વાઘ
પક્ષના નેતા: ભાનુબેન વિક્રમભાઈ શિયાળ
પક્ષના દંડક: સોનલબેન જયેશભાઈ કાંગડીયા

પક્ષના વરિષ્ઠ પદાધિકારીઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ તમામ નિમણૂકો મોવડીમંડળ અને જિલ્લા સંકલન સમિતિના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યોએ સહર્ષ સ્વીકારીને પૂર્ણ સહયોગ જાહેર કર્યો છે. નવી ટીમ જિલ્લામાં વિકાસ કાર્યોને વધુ વેગ આપશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો