રામ સેદાણી, બાબરા/  સિનિયર સિટીઝન સાથે થતા ફ્રોડના વધતા કેસોને ધ્યાનમાં રાખીને બાબરા ICICI બ્રાન્ચ ખાતે જાગૃતિસભા અને માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બ્રાન્ચ મેનેજર જીતેન્દ્ર સર મધવાણીના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી બ્રાન્ચ મેનેજર જયેશ સર જોગીયા તેમજ બ્રાન્ચ સ્ટાફ પરેશભાઈ વરસડીયા, સંદીપભાઈ બફલીપરા, શ્યામભાઈ સેદાણી, અજભાઈ ભેડા, કેવલભાઈ, જીગ્નેશભાઈ, પૃથ્વી રાજ પટગીર સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

કાર્યક્રમ દરમિયાન સિનિયર સિટીઝનને બેંકિંગ ફ્રોડથી કેવી રીતે બચવું, શંકાસ્પદ કોલ અને મેસેજથી દૂર રહેવાની તકેદારી, તેમજ સુરક્ષિત રોકાણના વિકલ્પોની વિગતવાર માહિતી આપવામાં આવી. સાથે સાથે નવા રોકાણ પ્રોડક્ટ્સ અંગે પણ સરળ ભાષામાં ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠક દરમિયાન અન્ય બેન્ક સાથે સંકળાયેલી પડતી મુશ્કેલીઓ અંગે પણ ચર્ચા કરી તેના વ્યવહારુ નિરાકરણ સૂચવવામાં આવ્યા. ગ્રાહકોને બેંકની વિવિધ પ્રોડક્ટ્સ અને સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું જેથી તેઓ સુરક્ષિત અને લાભદાયક નિર્ણય લઈ શકે.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત સિનિયર સિટીઝન માટે અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સમગ્ર આયોજનથી ગ્રાહકોમાં જાગૃતિ વધીને વિશ્વાસ અને સંતોષનો અનુભવ થયો હોવાનું પ્રતિસાદ મળ્યો હતો.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો