પરેશભાઈ પરમાર, અમરેલી / બગસરાથી સાપર સુધીના અંદાજે 6 કિમી રોડનું કામ છેલ્લા એક વર્ષથી અધૂરું રહેતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. તંત્ર દ્વારા અગાઉ જૂનો રોડ સંપૂર્ણ રીતે તોડી નાખવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ નવો રોડ હજુ સુધી તૈયાર ન થતાં વાહનચાલકો અને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સાપર અને સુડાવડ ગામને જોડતો આ એકમાત્ર મુખ્ય માર્ગ હોવાથી રોજિંદા આવાગમન ઉપરાંત ખેડૂતોને પોતાની વાડી અને ખેતી સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને વરસાદી માહોલમાં કાચો અને તૂટેલો રસ્તો માથાના દુખાવા સમાન સાબિત થઈ રહ્યો હોવાની ગ્રામજનોએ ફરિયાદ કરી છે.
સાપર ગામના સરપંચ દ્વારા અનેક વખત સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા આજે સાપર તથા બગસરાના ખેડૂતો અને ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ગ્રામજનોએ રોડ બંધ કરી ચક્કાજામ કર્યો હતો અને રામધૂન સાથે તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પ્રદર્શન દરમિયાન ગ્રામજનોએ તાત્કાલિક રોડનું કામ પૂર્ણ કરવાની માંગ ઉઠાવી હતી અને જો વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







