શ્યામ સેદાણી, અમરેલી : દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત અમરેલી પહોંચેલા CM ભૂપેન્દ્ર પટેલે સમર્થ વ્યાયામ મંદિર ખાતે ગુજરાત પોલીસ દ્વારા આયોજિત શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસ અને ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા સુરક્ષા તથા કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે ઉપયોગમાં લેવાતા આધુનિક શસ્ત્રો, સાધનો અને સુરક્ષા ઉપકરણોનું નિરીક્ષણ કર્યું હતું.
આધુનિક શસ્ત્રો અને સુરક્ષા સાધનોનું પ્રદર્શન
શસ્ત્ર પ્રદર્શનમાં વિવિધ આધુનિક રાઇફલો અને સુરક્ષા ઉપકરણો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં 7.62 મીમી સ્નાઇપર રાઇફલ (ઇશાપોર), ગેલિલ સ્નાઇપર રાઇફલ, એન્ટી મટિરિયલ રાઇફલ, AK-47, 7.62 મીમી ઘાતક રાઇફલ, SIG Sauer 5.56 મીમી SF રાઇફલ, Excalibur અને INSAS રાઇફલ સહિતના શસ્ત્રોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત 30 મીમી ઓટોમેટિક ગ્રેનેડ લોન્ચર, 40 મીમી અન્ડર બેરલ ગ્રેનેડ લોન્ચર, ગ્લોક પિસ્તોલ, MP-5 સબ-મશીનગન, JVPC અને અમોઘ કાર્બાઇન જેવા શસ્ત્રો પણ પ્રદર્શિત કરાયા હતા.
ચેતક કમાન્ડો ફોર્સની સજ્જતાની ઝલક
પ્રદર્શનમાં કોર્નર શોટ સિસ્ટમ, નાઇટ વિઝન ટેક્નોલોજી, ઓપ્ટિકલ સાધનો, રૅપલિંગ સાધનો, મલ્ટી સેલ લોન્ચર, ગેસ ગન અને ટેઝર ગન જેવા સાધનો પણ રજૂ કરવામાં આવ્યા હતા.
આધુનિક શસ્ત્રો, ટેક્નોલોજી અને વિશેષ તાલીમના સમન્વયથી ચેતક કમાન્ડો ફોર્સની કામગીરી ક્ષમતાની ઝલક જોવા મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પોલીસની સજ્જતા, શૌર્ય અને કાર્યક્ષમતાને બિરદાવી હતી.
પોલીસ અધિકારીઓ અને મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
આ પ્રસંગે કૃષિ મંત્રી તથા અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી જીતુ વાઘાણી, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, ઊર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરીયા, પોલીસ મહા નિર્દેશક આર.વી. અસારી, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







