રાજકોટ-લોધિકા સંઘની આગામી ચૂંટણીને લઈને ગુજરાત પ્રદેશ ભાજપે મહત્વનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ સંઘની કુલ 61 મંડળીઓમાંથી 59 મંડળીઓ ભાજપ સમર્થિત હોવાનું સામે આવતા પક્ષે તમામ ઇચ્છુક ઉમેદવારોને ચૂંટણી ફોર્મ ભરવાની છૂટ આપી છે.
પક્ષના નિર્ણય મુજબ હાલ ઇચ્છુક ઉમેદવારો ફોર્મ ભરી શકશે. ત્યારબાદ પક્ષ દ્વારા જે ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા માટે સૂચના આપવામાં આવશે, તેઓ પક્ષના આદેશ અનુસાર ફોર્મ પરત ખેંચશે. આ નિર્ણયને રાજકોટ-લોધિકા સંઘની ચૂંટણીના રાજકીય સમીકરણોમાં મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 27 સપ્ટેમ્બરે બપોરે 3 વાગ્યા બાદ કયા જૂથના કેટલા ઉમેદવારોના ફોર્મ યથાવત રહે છે તેનું ચિત્ર સ્પષ્ટ થશે. ત્યારબાદ ચૂંટણીના મેદાનમાં અંતિમ સ્પર્ધા અંગે વધુ સ્પષ્ટતા થશે.
બીજી તરફ, એશિયાના મોટા સહકારી સંઘ પૈકીના એક એવા રાજકોટ-લોધિકા સંઘની ચૂંટણીમાં ચેરમેન અને ડિરેક્ટર પદ માટે રાજકીય ગતિવિધિઓ તેજ બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બંને મહત્વના પદો માટે ગાંધીનગર સુધી લોબિંગ ચાલી રહ્યું હોવાની પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે.
આ સમગ્ર મામલે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું હોવાનું સામે આવ્યું છે કે પક્ષ તરફથી આદેશ આપવામાં આવશે ત્યારે તમામ ઉમેદવારો પક્ષના નિર્ણય મુજબ વર્તશે.
હવે 27 સપ્ટેમ્બરે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા બાદ રાજકોટ-લોધિકા સંઘની ચૂંટણીમાં કેટલા ઉમેદવારો મેદાનમાં રહે છે અને ચેરમેન-ડિરેક્ટર પદ માટે કયા જૂથનું પલડું ભારે રહે છે તેના પર સૌની નજર રહેશે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







