નિકેત સંઘાણી, ગાંધીનગર/ વર્ષ 2027 જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ રાજકીય પક્ષોમાં ચૂંટણીલક્ષી ફેરફાર થઈ રહ્યા છે. વર્ષ 2027 કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ માટે ખૂબ જ ખાસ રહેશે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે કરો યા મરો જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બીજી તરફ આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં પોતાના મૂળિયાં મજબૂત કરી રહ્યું છે અને ભાજપ પોતાની બેઠકો જાળવી રાખવા માટે માંથી રહ્યું છે. ગુજરાતમાં વર્ષ 2022ની ચૂંટણી કોંગ્રેસ માટે ખૂબ ખરાબ નીવડી હતી. આ સાથે જ 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરી હતી. ત્યારે કોંગ્રેસમાં ભંગાણ, આંતરિક વિખવાદ અને આમ આદમી પાર્ટીના આગમન સાથે ભાજપની રણનીતિ મળી અને કોંગ્રેસને વર્ષ 2022ની ચૂંટણીમાં મોટો ફટકો લાગ્યો હતો. કોંગ્રેસનું વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કંગગાળ પ્રદર્શન રહ્યું હતું અને ફક્ત 17 બેઠકો મળી હતી અને વર્ષ 2026 આવતા આવતા આ બેઠકોમાં પણ ઘટાડો થયો. હાલ કોંગ્રેસ પાસે ફક્ત 12 બેઠકો જ છે. આ દરમિયાન કોંગ્રેસ એકશન મોડમાં આવી છે. ત્યારે પ્રભારીની જબદારી રાજ્યસભા સાંસદ રણદીપસિંહ સુરજેવાલાને સોંપવામાં આવી છે. સુરજેવાલા માટે આ પદભાર કાંટાળો તાજ સમાન છે. અનેક પડકારો સાથે તેમની નિમણૂક કરવામાં આવી છે.
ગુજરાત માટે વર્ષ 2027 ખૂબ પડકારજનક છે. અમિત ચાવડા પાસે ફરી ગુજરાતની કમાન છે. બીજી તરફ રાજ્યમાં આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી ભાજપ સામે વિરોધ કરી રહ્યું છે ત્યારે હવે જોવાનું રહ્યું કે, રાજ્યસભા સાંસદ સુરજેવાલા ગુજરાત કોંગ્રેસ પર કેવી પકડ રાખે છે.
જાણો કોણ છે રણદીપસિંહ સુરજેવાલા
રણદીપસિંહ સુરજેવાલા ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) ના રાષ્ટ્રીય મહાસચિવ છે. તેમજ રાજસ્થાન રાજ્યમાંથી રાજ્યસભાના સાંસદ (Member of Parliament) છે અને કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ના સભ્ય છે. મૂળ હરિયાણા રાજ્યના વાતની છે અને ત્યાંની વિધાનસભામાં લાંબો સમય ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે અને હરિયાણા સરકારમાં કાયદો, પરિવહન અને સંસદીય બાબતો જેવા મહત્વના મંત્રાલયોના કેબિનેટ મંત્રી તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. સુરજેવાલા લાંબા સમય સુધી કોંગ્રેસ પક્ષના મુખ્ય રાષ્ટ્રીય પ્રવક્તા (Media In-charge) તરીકે રહી ચૂક્યા છે, તેઓ લાયકાતે વકીલ (Advocate) અને ખેડૂત (Agriculturist) છે. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી કાયદાની પદવી (LL.B.) મેળવેલી છે.
ગુજરાત કોંગ્રેસને આ છે આશાઓ
રણદીપસિંહ સુરજેવાલા અને અમિત ચાવડા વચ્ચેની ટ્યુનિંગ પર ફોકસ છે બધાનું કોંગ્રેસમાં સત્તા અને રણનીતિ અંગેના નિર્ણયોમાં પણ બંને વચ્ચે ટ્યુનીંગ જોવા મળી શકે છે. બંને નેતાઓની કેન્દ્રીય નેતૃત્વમાં સીધી પહોંચ છે. આ ચૂંટણીમાં Gen Z પર વધુ ફોકસ રહેશે ત્યારે જોવાનું રહ્યું કે, રણદીપસિંહ સુરજેવાલા કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI અને ભારતીય યુથ કોંગ્રેસની સાથે ગુજરાત કોંગ્રેસ મજબૂત કઈ રીતે મજબૂત કરે છે. ગુજરાત કોંગ્રેસનો જુથવાદ અને આંતરિક વિખવાદ જગ જાહેર છે. ત્યારે આ વિખવાદ પર લગામ લાગી શકે છે કે પછી સ્થિતિ યથાવત રહેશે.
સુરજેવાલા સામે આ છે મોટા પડકાર
રણદીપસિંહ સુરજેવાલાને ગુજરાતની કમાનતો સોંપવામાં આવી છે. પરંતુ આ જવાબદારી એક કાંટાળો તાજ સમાન છે. એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જો કે હજુ તોડ જોડની રાજનીતિ શરૂ નથી થઈ પરંતુ ચૂંટણી નજીક આવતા જ તોડજોડની રાજનીતિ શરૂ થશે. જેમાં કોંગ્રેસ પોતાના નેતાઓને સાચવી રાખશે કે ચૂંટણી આવતા જ નેતાઓની નારાજગી બહાર આવશે અને પક્ષપલટાની મોસમ શરૂ થશે. બીજી તરફ કોંગ્રેસના જૂના જોગીઓ ને મેદાને ઉતરશે કે પછી Gen Z પર સુરજેવાલા ફોકસ કરશે. ઉમેદવારોની પસંદગી પણ પ્રભારી માટે મોટો પડકાર બની રહેશે.
રાજ્યમાં તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને મહાનગર પાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસનું વર્ચસ્વ ઘટ્યું છે. એટલે કોંગ્રેસને ગ્રાઉન્ડ લેવલ પર મજબૂત કરવી અને યુવા મતદારોને કોંગ્રેસ તરફ વાળવા એ રણદીપસિંહ સુરજેવાલા સામે પડકાર છે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસના હોદેદારોની નિમણૂક અને મહિલા પાંખની નિમણૂકો પણ સુરજેવાલા સામે પડકાર છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







