ઓડિશાના પારાદીપ દરિયાકાંઠાથી આશરે 240 નોટિકલ માઇલ દૂર બંગાળની ખાડીમાં શનિવારે એક મોટો દરિયાઈ અકસ્માત સર્જાયો હતો. પનામા ધ્વજવાળું માલવાહક જહાજ સમુદ્રમાં ડૂબી ગયું હોવાની માહિતી સામે આવી છે.
મળતી માહિતી મુજબ જહાજમાં કુલ 24 ક્રૂ સભ્યો સવાર હતા. ઘટનાની જાણ થતાં ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
ઓડિશાથી સિંગાપોર જઈ રહ્યું હતું જહાજ
અધિકારીઓના જણાવ્યા મુજબ આ કાર્ગો જહાજ ઓડિશાથી સિંગાપોર તરફ જઈ રહ્યું હતું અને તેમાં આયર્ન ઓરની સામગ્રી હતી. જહાજે શુક્રવારે ઓડિશાના કિનારેથી પોતાની મુસાફરી શરૂ કરી હતી.
જોકે, બંગાળની ખાડીમાં પહોંચ્યા બાદ શનિવારે જહાજ ડૂબી ગયું હતું. જહાજ કયા કારણોસર ડૂબ્યું તે અંગે હાલ ચોક્કસ માહિતી સામે આવી નથી.
24 ક્રૂ સભ્યોને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન
જહાજ ડૂબ્યાની માહિતી મળ્યા બાદ દરિયામાં નજીકના અન્ય જહાજોને પણ સતર્ક કરવામાં આવ્યા હતા. ભારતીય કોસ્ટ ગાર્ડ અને નૌકાદળની ટીમો બચાવ કામગીરીમાં જોડાઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર જહાજમાં સવાર 24 ક્રૂ સભ્યોમાંથી કેટલા લોકોને અત્યાર સુધી સુરક્ષિત રીતે બચાવી શકાયા છે તેની સંપૂર્ણ માહિતી હજુ સ્પષ્ટ નથી.
મોટાભાગના ક્રૂ ચીની નાગરિકો હોવાની માહિતી
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે જહાજના મોટાભાગના ક્રૂ સભ્યો ચીનના નાગરિકો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. હાલ બચાવ કામગીરી સતત ચાલી રહી છે અને સંબંધિત એજન્સીઓ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહી છે. ક્રૂ સભ્યોની સ્થિતિ અંગે વધુ સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
અકસ્માતનું કારણ જાણવા તપાસ જરૂરી
કાર્ગો જહાજ કઈ પરિસ્થિતિમાં ડૂબ્યું તે અંગે હાલ કોઈ ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું નથી. બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ અકસ્માત પાછળના કારણો અંગે તપાસ હાથ ધરવામાં આવી શકે છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







