ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ હવે રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. ભારતે પ્રથમ દાવમાં વિશાળ સ્કોર ઊભો કરીને શ્રીલંકા પર દબાણ વધાર્યું છે, પરંતુ વરસાદ ટીમ ઈન્ડિયાની જીતના માર્ગમાં મોટો અવરોધ બની શકે છે.
ત્રીજા દિવસની રમત દરમિયાન પણ વરસાદના કારણે રમત પ્રભાવિત થઈ હતી. હવે ચોથા દિવસે પણ કોલંબોમાં વરસાદની આગાહી છે. તાજા હવામાન પૂર્વાનુમાન મુજબ 26 ઓગસ્ટે કોલંબોમાં વરસાદના અનેક સ્પેલ જોવા મળી શકે છે, જેના કારણે ટેસ્ટના મહત્વપૂર્ણ ચોથા દિવસની રમત પર અસર થવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોથા દિવસે કોલંબોમાં વરસાદની સંભાવના વધારે છે. આવી સ્થિતિમાં, વરસાદ ફરી એકવાર ટેસ્ટ મેચની મજા બગાડી શકે છે. 26 ઓગસ્ટે સવારે 11 થી બપોરે 12 વાગ્યા સુધી વરસાદની શક્યતા 70 ટકાથી વધુ છે. બપોરે 2 થી 3 વાગ્યા સુધી પણ વરસાદની શક્યતા છે. સાંજે 5 વાગ્યાની આસપાસ અંતિમ સત્રમાં વરસાદની શક્યતા 53 ટકા છે.
વરસાદ આવ્યો તો ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધશે?
હાલની સ્થિતિમાં ભારત મેચમાં મજબૂત સ્થિતિમાં છે. પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં સમય સૌથી મહત્વપૂર્ણ પરિબળ હોય છે. જો ચોથા દિવસે વરસાદના કારણે લાંબા સમય સુધી રમત બંધ રહે તો ભારતને શ્રીલંકા સામે જીત મેળવવા માટે જરૂરી સમય ઓછો મળી શકે છે.
બીજી તરફ, શ્રીલંકા માટે વરસાદ રાહતરૂપ બની શકે છે. યજમાન ટીમ જો ફોલોઓન ટાળી લે અને ત્યારબાદ વરસાદ રમતને અસર કરે તો મેચ ડ્રો તરફ આગળ વધવાની શક્યતા વધી શકે છે.
શ્રીલંકાને ફોલોઓન ટાળવા 39 રનની જરૂર
મેચની સ્થિતિ પર નજર કરીએ તો ભારતે દેવદત્ત પડિકલ અને ધ્રુવ જુરેલની સદીની મદદથી 9 વિકેટે 503 રન બનાવી દાવ જાહેર કર્યો હતો. જવાબમાં શ્રીલંકાએ ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે 8 વિકેટે 265 રન બનાવી લીધા હતા. ભારતના પ્રથમ દાવના સ્કોરને ધ્યાનમાં રાખતા શ્રીલંકાને ફોલોઓન ટાળવા માટે 304 રન બનાવવાની જરૂર છે. એટલે કે શ્રીલંકા હજુ 39 રન દૂર છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







