રાજકોટમાં લાલપરી તળાવમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ રાજકોટ આરટીઓ ઓફિસ નજીક રહેતા સાગર ભગલાણી નામના વ્યક્તિ અંગે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તળાવમાં શોધખોળ હાથ ધરી હતી. રેસ્ક્યૂ કામગીરી દરમિયાન ટીમે મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો.

ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં લોકોના ટોળા પણ એકત્ર થયા હતા. સમગ્ર ઘટનાને પગલે તંત્ર પણ સતર્ક બન્યું હતું.