કાનપુરમાં ગુરુવારે ટ્રેનિંગ ફ્લાઇટ દરમિયાન ટ્વિન-એન્જિન વિમાન ખેતરમાં ક્રેશ થયું હતું. શરૂઆતના અહેવાલોમાં એક પાયલટના મોત અને બીજાના ગંભીર રીતે ઘાયલ થવાની માહિતી સામે આવી હતી, પરંતુ બાદના અહેવાલો મુજબ વિમાનમાં સવાર બંને પાયલટના મોતની પુષ્ટિ થઈ છે.
ગંગા કિનારે ખેતરમાં ધડાકા સાથે પડ્યું વિમાન
ઉત્તર પ્રદેશના કાનપુરમાં ગંગા બેરેજ નજીક નત્થા પુરવા ગામ પાસે ગુરુવારે ટ્રેનિંગ એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ચાર સીટવાળું ટ્વિન-એન્જિન ટ્રેનિંગ વિમાન તાલીમ ઉડાન દરમિયાન ખેતરમાં તૂટી પડ્યું હતું. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી.
પ્રત્યક્ષદર્શીઓએ વિમાન નીચે પડ્યા બાદ જોરદાર અવાજ સંભળાયો હોવાનું જણાવ્યું હતું. અકસ્માત બાદ વિમાનનો કાટમાળ ખેતરમાં ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને બચાવ ટીમો સ્થળ પર પહોંચી હતી.
શરૂઆતમાં એકના મોતની માહિતી, બાદમાં બંને પાયલટના મોતની પુષ્ટિ
અકસ્મતમાં શરૂઆતના અહેવાલોમાં એક પાયલટના મોત અને બીજા પાયલટની ગંભીર હાલત અંગે માહિતી સામે આવી હતી. જોકે, બાદમાં પોલીસ અને અન્ય અહેવાલોમાં વિમાનમાં સવાર ઇન્સ્ટ્રક્ટર પાયલટ અને ટ્રેની પાયલટ બંનેના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.
વિમાન ગાર્ગ એવિએશનની ફ્લાઇંગ ટ્રેનિંગ સ્કૂલ સાથે સંકળાયેલું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. અકસ્માત બાદ સ્થાનિક તંત્ર દ્વારા સ્થળને સુરક્ષિત કરવામાં આવ્યું હતું અને તપાસની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
વિમાન ક્રેશનું કારણ હજુ રહસ્ય
હાલ અકસ્માતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી. ટેકનિકલ ખામી, ઉડાન દરમિયાન નિયંત્રણ ગુમાવવું અથવા અન્ય કોઈ કારણની શક્યતા તપાસ હેઠળ છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







