દિવાળીના પર્વ નિમિત્તે ધારી તાલુકાના લાખાપાદર ગામના વાઘેલા પરા વિસ્તારના ગ્રામજનો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 35 વર્ષથી જે સુવિધાની ગ્રામજનો રાહ જોઈ રહ્યા હતા, તે જ્યોતિગ્રામ વીજળીની સુવિધા આખરે ઉપલબ્ધ બનતા વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
લાખાપાદર ગામના વાઘેલા પરા વિસ્તારમાં લાંબા સમયથી જ્યોતિગ્રામ વીજળીની સમસ્યા પડતર હતી. વીજળીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ગ્રામજનો દ્વારા વર્ષોથી રજૂઆતો કરવામાં આવી રહી હતી. જોકે, લાંબી રાહ અને સતત પ્રયાસો બાદ આખરે આ સમસ્યાનો ઉકેલ આવ્યો છે. દિવાળીના તહેવાર દરમિયાન વીજળીની સુવિધા મળતા ગ્રામજનો માટે આ ભેટ યાદગાર બની છે.
આ કામગીરી સાકાર કરવામાં રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય જે.વી. કાકડિયા અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીર બાપુ ભગતના પ્રયાસો મહત્વપૂર્ણ રહ્યા હોવાનું જણાવાયું છે. તેમના સતત પ્રયત્નો, રજૂઆતો અને સહકારથી વાઘેલા પરા વિસ્તારનું વર્ષો જૂનું સપનું સાકાર થયું છે.

આ સુવિધા ઉપલબ્ધ થતાં વાઘેલા પરાના ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ છે. ગ્રામજનો વતી ખાસ કરીને મહાવીર બાપુ ભગતનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. સાથે જ આ કામગીરીમાં સહયોગ આપનારા તમામ આગેવાનો અને જવાબદાર વ્યક્તિઓનો પણ આભાર માનવામાં આવ્યો છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







