વર્ષ 2020ની શરૂઆત થી જ કોરોના વાઇરસ નામ સતત ચર્ચામાં રહ્યું છે અને અત્યાર સુધી માં ન થયું તેવું લોક ડાઊન પણ કોરોના વાઇરસ ના કારણે વિશ્વભરમાં લાગ્યું અને છતાં પણ અનેક લોકો એ જીવ ગુમાવ્યો છે આ બધા સમાચાર વચ્ચે કોરોનની વેક્સિન ના સમાચાર ખૂબ રાહત આપે તેવા છે પરંતુ તેના થી પણ સારા સમાચાર એ છે કે ગુજરાત માં આવતી કાલે સવારે સવારે એટ્લે કે મંગળવારે સવારે 10.45 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે કોરોનની વેક્સિનનું આગમન થશે અને તેના માટે ની તમામ તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે , ગુજરાત ના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ એ ટ્વિટર ના માધ્યમ થી વેક્સિન અંગેની જાણકારી આપી છે