ગુજરાત સરકાર દ્વારા કોરોનાના સંક્રમણને કેન્દ્રમાં રાખી અને ધોરણ 10ના તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન(mass promotion) આપવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે આગામી તારીખ 8જૂન થી વેકેશન પણ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે તમામ વિદ્યાર્થીઓની માર્કશીટ તૈયાર કરી આપવાની કવાયત કરવામાં આવી છે
ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન (mass promotion) કઈ રીતે આપવું અને તેની પદ્ધતિ માટે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી હતી. તેના દ્વારા ધોરણ-10ના વિદ્યાર્થીને માર્ક્સ આપવાની પદ્ધતિ જાહેર કરાઈ છે. આ પદ્ધતિ મુજબ ધોરણ 10ના વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવશે.







