ગુજરાત રાજયના તમામ નર્સીંગ કર્મચારીઓના એલાઉન્સમાં રૂપિયા 1700નો વધારો કરવામાં આવ્યો છે એટલે કે કુલ 130 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારાના કારણે હવે રૂપિયા 3000નું નર્સિંગ એલાઉન્સ આગામી તા.1લી જુલાઇથી આપવાનો આરોગ્ય વિભાગે નિર્ણય કર્યો છે. જેનો લાભ રાજયના 15 હજારથી નર્સિંગ સ્ટાફને થશે.







