પ્રવર્તમાન કોરોના બીમારી તથા હાલ ઉનાળાની ગરમીનાં સમયમાં રક્તની જરૂરીયાત ઉભી થઇ છે. જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે લોહી મળી રહે તે માટે સૌ પ્રયત્નશીલ બને તેવી વિનંતી છે. રકતદાન કરી અમુલ્ય માનવ જીંદગીઓને તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના જીવનને બચાવવા નિમિત બનવા માટે અપીલ કરવામાં આવી છે. રાજકોટની હોસ્પિટલોમાં, સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ, થેલેસેમીયા પિડીત બાળકો સારવાર માટે આવે છે. હાલમાં તમામ પ્રકારના બ્લડ ગ્રુપની જરૂરીયાત છે. ૧૮ થી ૪૫ વર્ષની વય જુથનાં લોકો, રસી મુકાવ્યા પૂર્વે અચુક રકતદાન કરે (રસી મુકાવ્યાના ૧૫ દિવસ પછી ૨ક્તદાતા રક્તદાન કરી શકે)
વિશ્વભરના દેશો દરવર્ષે ૧૪મી જૂનનો દિવસ “વિશ્વ રક્તદાતા દિવસ” તરીકે મનાવે છે. આ દિવસે અનેક કાર્યક્રમો દ્વારા સલામત રકત અને રકત ઉત્પાદનો પ્રત્યે જાગૃતી લાવવામાં આવે છે અને અન્યોના જીવન બચાવવા માટે સ્વૈચ્છિક રક્તદાન કરનાર રકતદાતાઓ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરવામાં આવે છે. સમયસર સલામત રક્ત અને રકત ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવા મુદ્દે વધુ જાગૃતી પેદા કરાવવામાં તમામ દેશા માટે આવશ્યક છે. વિશ્વના અનેક દેશોમાં સલામત અને પુરતા પ્રમાણમાં રકત ઉપલબ્ધ નથી હોતું તે મોટો પડકાર છે અને યોગ્ય તથા સલામત પધ્ધતિથી રકત અને રકત ઉત્પાદનો ચડાવવામાં પણ આવતા નથી હોતા. ઉંમર ૧૮ થી ૬૦ વર્ષના કોઈ પણ વ્યક્તિ કે જેનુ વજન ૪૫ કિલો કે તેથી વધુ તેમજ હિમોગ્લોબિન ૧૨.૫ ગામ કે તેથી વધુ હોય તે દર્દી નારાયણ, દરીદ્ર નારાયણ, થેલેસેમીયા પીડીત બાળકોનુ જીવન બચાવવા સ્વૈચ્છિક રકતદાન કરી શકે છે. રક્તદાન કરનાર રકતદાતાઓ પોતાના બ્લડ ગૃપ જાણી શકે છે તેમજ એઇડઝ, ‘બી’ પ્રકારનો કમળો, વી.ડી.આર.એલ., ‘સી’ પ્રકારનો કમળો, મેલેરીયા વગેરે પ્રકારના ટેસ્ટ વિનામૂલ્યે થઇ જાય છે. સ્વૈચ્છિક રકતદાન એ ઉમદા માનવ ધર્મ છે અને સ્વૈચ્છિક રકતદાન કરવાથી અનેરો આત્મસંતોષ પ્રાપ્ત થાય છે. રકતદાન કરનાર સ્ત્રીઓ માસિક ધર્મમાં ન હોવી જોઈએ. રકતદાતાઓ ને કોઈ રોગની દવાઓ ચાલતી ન હોવી જોઈએ. મેલેરીયા, ન્યુમોનીયા અથવા તાવના દર્દીઓએ થોડા સમય ૨કતદાન કરવું હિતાવહ નથી. સામાન્ય સંજોગોમાં એકવાર રકતદાન કર્યા પછી ત્રણ માસ સુધી ફરી રક્તદાન કરવું જોઈએ નહિં.સામાન્ય પણે ત્રણ મહિને એક વખત કરવામાં આવતા રકતદાન સમયે ૩૦૦ થી ૪૫૦ મિલિનો જથ્થો લેવામાં આવે છે.
રક્તદાન વેળા લેવાયેલો રક્તનો જથ્થો માત્ર ૪૮ કલાકમાં શરીરમાં પુનઃનીર્માણ પામે છે,જયારે રક્તકોશિકા ૨૧ દિવસમાંજ તૈયાર થઈ જાય છે. જીવન-મૃત્યુ વચ્ચે ઝોલા ખાતા કોઈ રક્તની જરૂરીયાતવાળા દર્દીઓ માટે તેમને જીવનદાન બક્ષવા માટે આપણે સૌએ સ્વૈચ્છાએ કરવુ જોઈએ. રકતદાન આજન તમારૂ રક્તદાન કોઈકના જીવનદાન માટે, કદાચ કાલે તમને અને તમારા સ્નેહી સંબંધી ને પણ તેની જરૂર નહિ પડે તેની શી ખાતરી ? ૨કતદાન એ નવા જમાનાની નવી જવાબદારી છે, આપણે સૌએ સ્વૈચ્છાએ સ્વીકારેલો સામાજીક વેરો છે. રકતદાન કરવાથી કોઈ માડીનો જાયો, કોઈ બહેનનો વીર, કોઈના સેંથીનું સીંદુર, ભાઈ–બહેન, કોઈના વડીલ માતા–પિતા કે પછી થેલેસેમીયા પીડીત બાળકોની જીવનદોરી અવશ્ય બચી શકે છે. કોરાના બીમારીને લઈને રકતદાતા પ્રવૃતિ પર ખૂબ અસર પડી છે. રકતદાતાઓ રક્તદાન કરી દર્દીઓનાં જીવન બચાવે. રકતદાન– જીવનદાન. સંકલન : અનુપમ દોશી (૯૪૨૮૨ ૩૩૭૯૬)    –મિતલ ખેતાણી(૯૮૨૪૨ ૨૧૯૯૯)