વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટ પર ભારતીઓનો દબદબો જોવા મળી રહ્યો છે. માઇક્રોસોફ્ટના એક નિવેદનમાં જણાવ્યુ કે 53 વર્ષીય સત્ય નડેલા જ્હોન થોમ્પસન નું સ્થાન મેળવશે ભારતીય મૂળના માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા સફળતાની સીડી પર ચડી રહ્યા છે. હવે માઇક્રોસોફ્ટે તેમને પોતાનો ચેરમેન બનાવ્યો છે

પૂર્વ ચેરમેન થોમ્પસન હવે મુખ્ય સ્વતંત્ર ડિરેક્ટર રહેશે. થોમ્પસન ૨૦૧૪માં બિલ ગેટ્‌સ પછી માઇક્રોસોફ્ટના ચેરમેન બન્યા હતા. માઇક્રોસોફ્ટે નાડેલાના નેતૃત્વ દરમિયાન પુનર્જન્મ મેળવ્યો છે, મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ સર્ચ માર્કેટમાં નિષ્ફળતા, તેમજ તેની ફ્લેગશિપ વિંડોઝ ઓપપરેટિંગ સિસ્ટમના મહત્વને નબળી પાડતા, ફરી માર્કેટમાં નામના મેળવી છે .