ફિલ્મ જગતમાં હાલ ખેલાડીઓના જીવનને પડદા પર લાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે મહેન્દ્રસિંહ ધોની , મિલ્ખા સિંહ, મેરિકોમ, અઝરૂદિન,સાનિયા નહેવાલ સહિતના સ્પોર્ટ પર્સનની બાયોપિક જોઈ ચૂક્યા છો ત્યારે હવે ભારતીય ટીમના પૂર્વ કપ્તાન અને બંગાળ ટાઈગર દાદા સૌરવ ગાંગુલી પર બાયોપિક જોવા મળશે જે વાતની ખુદ સૌરવ ગાંગુલીએ પુષ્ટિ કરી છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી પર બનનારી ફિલ્મ હિન્દી માં હશે અને ગાંગુલીની ભૂમિકા રણવીર કપૂર ભજવશે તેવું માનવમાં આવે છે . જો રણવીર કપૂર આ ફિલ્મ કરશે તો તેમના દ્વારા બીજી બાયોપિક ફિલ્મ હશે આ પહેલા સંજય દત્ત ની બાયોપિક સંજુમાં રવિર કપૂર એ મુખ્ય ભૂમિકા ભજવી હતી







