કોંગ્રેસની પરિસ્થિતી એક સાંધો અને તેર તૂટે તેવી થઈ ગાય છે પંજાબ કોંગ્રેસ નો વિવાદ હજુ શાંત થયો નથી કે મણિપુર કોંગ્રેસ નો વિવાદ ચર્ચામાં છે. સંસદમાં ચાલી રહેલા ચોમાસા સત્ર વચ્ચે કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. મણિપુર પ્રદેશ કોંગ્રેસ સમિતિ (એમપીસીસી) ના અધ્યક્ષ ગોવિંદદાસ કોન્થૌજમે મંગળવારે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોંગ્રેસના આઠ ધારાસભ્યો આજે ભાજપમાં જોડાવાની સંભાવના છે. આવતા વર્ષે યોજાનારી મણિપુર વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટી માટે આ મોટો ઝટકો છે.
કોંગ્રેસના નેતા ગોવિંદદાસ કોન્થૌજમ બિષ્ણુપર વિધાનસભા મત વિસ્તારમાંથી સતત છ વખત કોંગ્રેસ પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના વિપક્ષી નેતા પણ હતા. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેમને મણિપુર કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.ત્યારે આજે તેમણે મણિપુર કોંગ્રેસના અધ્યક્ષ પદ્દ પર થી રાજીનામું આઈ કોંગ્રેસની મુશકેલીમાં વધારો કર્યો છે.








