દિન પ્રતિદિન ખેડૂતોને ખેતી કરવામા વપરાતું ડિઝલ પેટ્રોલ વારંવાર નો ભાવ વધારા સામે જગતનો તાત ને ખેતી કરવી મુશ્કેલ બની છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવ ગાંધી ભવન પાલડી ખાતે થી જન ચેતના કાર્યક્રમ કરવામા આવ્યો હતો. જેમા વિસાવદર-ભેસાણના ધારાસભ્યહર્ષદ રિબડીયા ખેડૂતોનું પ્રતીક એવુ હળ લઇને વીરોધ પ્રદશન નોંધાવ્યો હતો આં તકે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષી જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઇ પોકિયા, પ્રદેશ ડેલિગેટ વજૂભાઈ સૈયાગોર તેમજ અમિતભાઈ પટેલ ભેસાણ તાલુકા પંચાયત સદસ્ય જયદીપભાઇ શીલુ તેમજ આગેવાનો હાજર રહી વીરોધ નોંધાવ્યો હતો.