ગુજરાતમાં સ્વીટી પટેલ ગુમ થયાનો કેસ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો અને 11 જૂનના રોજ સ્વીટી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી અને વડોદરા ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી પરંતુ વડોદરા ગ્રામ્ય પોલીસ આ કેસ સોલ્વ કરવામાં સફળ ન થતાં આખરે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ તપાસ ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી હતી. દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના સમયમાં ભેદ ઉકેલી કાઢ્યો હતો.

વડોદરાની ચકચારી સ્વીટી પટેલ ગુમ કેસની તપાસમાં આજે ચોંકાવનારો ખુલાસો થયો છે. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચના SPએ સ્વીટી હત્યાનો ભેદ ઉકેલઈ કાઢ્યો છે અને સ્વીટી પટેલના હત્યા તેના પતિ PI અજય દેસાઈ એ કરી છે અને હત્યાની કબૂલાત અજય દેસાઇ દ્વારા કરવામાં આવી છે.આ સમગ્ર મામલે અજય દેસાઇ અને તેના સાગરીતની ધરપકડ કરવામાં આવી.

થોડા દિવસો પહેલા આજી દેસાઇના  મિત્રની હોટેલ પાછળથી મળેલા અવશેષો (પુરાવા) મહત્વના રહ્યા અને તેના કારણે (PI) અજય દેસાઇનો ભાંડો ફૂટ્યો છે અને તેમણે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ કબૂલાત કરી હતી. આવતીકાલે તારીખ 25 જુલાઇના રોજ  PI અજય અને તેમના સાગરીતને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ કેસ વધુ ચર્ચાસ્પદ બનતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને રાજ્યના ગૃહમંત્રીએ તપાસ સોંપવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ વડોદરા જઈ પોલીસે લીધેલા અવશેષો FSLમાં મોકલ્યા હતા. FSLના પ્રાથમિક રિપોર્ટમાં અવશેષો મૃતક સ્વીટીના હોવાનું ખુલ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચના SPએ અજય દેસાઈની પૂછપરછ કરતા આખરે પુરાવા જોઈ હત્યાની કબૂલાત કરી હતી.