ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. કોરોનાકાળમાં સરકારે આપેલા માસ પ્રમોશનને કારણે 100 % પરિણામ આવ્યું છે. આ પરિણામમાં 4,00,127 વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યાં છે. 691 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 9495 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે. આ પરિણામમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને C1 ગ્રેડ મળ્યો છે. C1 ગ્રેડ મેળવનારા 1,29,781 વિદ્યાર્થી છે, જ્યારે C2 ગ્રેડ મેળવનારા 1,08,299 વિદ્યાર્થી છે.
હાલ માં તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ દ્વારા પરિણામની પ્રિન્ટ કાઢીને આપવામાં આવી રહી છે.થોડા સમય પછી બોર્ડ દ્વારા પરિણામ ની હાર્ડ કોપી આપવામાં આવશે . વિદ્યાર્થીઓ પરિણામની કોપી લઈ અને પોતાની એડ્મિશન પ્રોસેસ પૂર્ણ કરી શકશે ત્યારે આજે સવારથી જ શાળાઓમાં પરિણામ લેવા માટે વિદ્યાર્થીઓ પહોંચી રહ્યા છે.







