રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે 65 મો જન્મદિવસ છે. વિજય રૂપાણીનો જન્મ મ્યાનમારના બર્મા ખાતે રંગૂનમાં 2 ઓગસ્ટ 1956ના રોજ થયો હતો. વિજય રૂપની વર્ષ 1960માં તેઓ બર્માથી રાજકોટમાં આવીને વસવાટ કર્યો હતો અને પાયાના ઘડતરમાં જ નેતૃત્વના ગુણ હતા જેથી વિજય રૂપાણીએ અભ્યાસ દરમિયાન ABVP સાથે જોડાઈ અને રાજકીય પગથિયાં ચડવાનું શરૂ કર્યું હતું
વિજય રૂપની બાળપણ થી જ રાજકીય સુજબૂઝ ધરાવતા હતા અને રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં રાજકારણ ના સફરની શરૂઆત કરી દીધી હતી ત્યારે બીજી તરફ પોતાના પિતા રસિકલાલ ની કંપની રસિકલાલ એન્ડ સન્સ નામના ફોર્મમાં તેઓએ સ્ટોક બ્રોકર તરીકે પણ કામગીરી કરી રહ્યા હતા. ABVP માં કામ કરી અને પોતાનું રાજકીય કરિયર વધુ મજબૂત બનાવતા રહ્યા અને આગળ જતાં તેઓ વર્ષ 1971 માં જનસંઘ માં જોડાયા અને વર્ષ 1976ની કટોકટી દરમ્યાન તેમણે જેલ જવાનો પણ વારો આવ્યો હતો
વિજય રૂપની ની રાજકીય સફર
- 1971- જનસંઘ સાથે જોડાયા
- 1978-81: RSSના પ્રચારક
- 1987 : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રથમ વખત કોર્પોરેટર
- 1987: રાજકોટ શહેર ભાજપ મહામંત્રી
- 1987: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડ્રેનેજ કમિટીના સભ્ય
- 1988: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ,
- 1996: મેયર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન
- 1996: પ્રદેશ ભાજપ પ્રવકતા
- 1996: પ્રદેશ ભાજપ મહામંત્રી/ જામનગર – કચ્છ- જુનાગઢ – પોરબંદર જિલ્લા પ્રભારી
- 1998: ચેરમેન: સંકલ્પ સમિતિ
- 2006: ચેરમેન : ગુજરાત પ્રવાસન વિભાગ
- 2006-12 : ગુજરાત રાજ્યસભાના સાંસદ
- 2013: ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડમાં ચેરમેન
- 2014: વજુભાઈ વાળા ના રાજીનામાં બાદ 19-10-2014ના રોજ રાજકોટ 69 વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા
- 2014: પરિવહન, પુરવઠા, શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી
- 2016: ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ
- 7/8/2016: ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે જવાબદારી સ્વીકારી
- 2017 : રાજકોટ માં ફરી વિધાનસભા ની ચૂંટણી જીતી મુખ્યમંત્રી ની જવાબદારી સ્વીકારી.
ગુયાજરાતના રાજકારણ માં હાલના વડાપ્રધાન નરેન્દ્રમોદી નો મહત્વનુ યોગદાન માનવમાં આવે ચે ત્યારે વિજય રૂપાણી નરેન્દ્ર મોદીના નજીકના વ્યક્તિ માનવમાં આવે છે આજે આજે વડાપ્રધાન મોદીએ રૂપાની ને ટ્વિટરના મધ્યમ થી જન્મદિવાસની શુભકામના પાઠવી છે . આજે તેમનો 65મો જન્મ દિવસ તેમના વતન રાજકોટમાં ઉજવશે અને પોતાની સરકારના 5 વર્ષની પણ ઉજવણી કરશે







