આજે અચાનક ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં ચૂંટણીના એંધાણ છે ત્યારે હવે ગુજરાતની કમાન કોને સોપવામાં આવશે તે ચર્ચાએ જોર પકડ્યું છે અને જો ગુજરાતનાં ચાલુ ધારાસભ્યને મુખ્યમંત્રી બનાવાઇ તેમ ચર્ચા ચાલી રહી છે જેનું કારણ એ છે કે બહારના મુખ્યમંત્રી હશે તો તેમણે 6 માસ માં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવવું જરૂરી છે ત્યારે નિતિન પટેલ, આર.સી. ફળદુ, પ્રદીપસિંહ જાડેજા, કુવરજી બાવાળિયાનું નામ ચર્ચાઇ રહ્યું છે. ગુજરાતમાં એક થી વધુ નાયબમુખ્ય મંત્રી બનાવવામાં આવી શકે છે અને OBC તથા આદિવાસી નેતાને નાયબ મુખ્યમંત્રી બનાવી શકે છે.
મુખ્યમંત્રીના રાજીનામથી ગુજરાતનાં 30માં મંત્રીમંડળનું વિસર્જન થયું છે અને હવે આવતી કાલે નવા મુખ્યમંત્રી સાથે નવા મંત્રીમંડળની પણ રચના કરવામાં આવશે જેમાં અનેક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે અને બની શકે કે ફરી માધવસિંહ સોલંકી એ લાગુ કરેલી ખામ થીયરી લાગુ કરી શકે અને તે પ્રમાણે ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબમુખ્યમંત્રી તથા મંત્રીમંડળની રચના કરવામાં આવે.
જાણો કોણ છે મુખ્યમંત્રીની રેસમાં ?
1- નિતિન પટેલ
2- મનસુખ માંડવિયા
3- પરસોતમ રૂપાલા
4- પ્રદીપસિંહ જાડેજા
5- ગોર્ધન ઝડફિયા
6- દિલિપ સંઘાણી
7- આર.સી. ફળદુ
8- સી.આર. પાટિલ
9- કુવરજી બાવળીયા







