ગુજરાતનાં મુખ્યમંત્રી પદ પરથી ગઈ કાલે વિજય રૂપાણી એ રાજીનામું આપ્યા બાદ છેલ્લા 24 કલાક થી મુખ્યમંત્રી પદની રેસમાં અનેક લોકોના નામોની ચર્ચા ચાલી રહી હતી ત્યારે આજે અચાનક ઘાટલોડીયાના ધારાસભ્યની પસંદગી મુખ્યમંત્રી તરીકે કરવામાં આવી છે ત્યારે ફરી હવે નિતિન પટેલને નિરાશ થવાનો વારો આવ્યો છે અને હવે તેમણે ગવર્નર બનાવવામાં આવે તેવી ચર્ચા એ જોર પકડ્યું છે
ભુપેન્દ્ર પટેલ આનંદીબહેન પટેલના વિશ્વાસુ ગણાય છે અને આગામી ચુંટણીમાં પાટીદાર સમાજના મતોનું મતાંતર કરવા આ નિર્ણય કરવામાં આવ્યો છે તેમ ચોક્કસ કહી શકાય છે હવે મંત્રી મંડળમાં કોને કોને સ્થાન મળે છે તે આગામી 2 દિવસમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે







