navratri day 2

શક્તિ આરાધનાના પર્વ નવરાત્રીમાં બીજા દિવસે મા બ્રહ્મચારિણી માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. બ્રહ્મચારિણી માતા ના જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરનાર બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિમય અને અત્યંત ભવ્ય છે. બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરનાર આમ બ્રહ્મચારિણી એટલે તપનું આચરણ કરનાર દેવી.

શિવની આદિ શક્તિ બ્રહ્મચારિણી દેવી છે જેમની ઉત્પતિની કથા ખૂબ જ રોચક છે તે પર્વતની પુત્રી હોવાથી પાર્વતિ નામ પડ્યું હતું. માતાએ તપ કારથી વખતે ફક્ત બિલીપત્રના પાન ખાઈને તપસ્યા કરી હતી તેથી તે અર્પણા દેવી તરીકે ઓળખાયા બ્રહ્મચારિણી પાર્વતિ સતી માતાનું ઉત્કૃસ્ટ સ્વરૂપ છે.

બ્રહ્મચારિણીએ શિવજીને પ્રાપ્ત કરવામાટે પંચાગ્નિ તપ કર્યું હતું પંચાગ્નિ એટ્લે ચારે બાજુ અગ્નિ અને ઉપર સૂર્ય આમ પાંચ અગ્નિની સાક્ષીવ માતાજીએ  તપ કર્યું હતું અને આ કઠોર તપસ્યા થી  તેમનું શરીર ક્ષીણ થઈ ગયું હતું. તેમની તપસ્યામાથી અભીભૂત દેવતાઓ, સિદ્ધગણ અને ઋષિમુનિઓએ તેમના પર પ્રસન્ન થઇ  વરદાન આપતા કહેલું કે  ” હે દેવી આજ સુધી આપ જેવી કઠોર તપશ્ચર્યા કોઈ એ કરી નથી તમારી ઈચ્છા પરિપૂર્ણ થશે અને ભગવાન ચંદ્રમૌલેશ્વર આપને પતિ સ્વરૂપે પ્રાપ્ત થશે ”

શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કર્યા માતા સતી એ બ્રહ્મચર્યનું પાલન કરી માતાએ કઠોર તપ કર્યું તેથી કોઈ વસ્તુ પ્રાપ્ત કરવામાટે  શ્રેસ્ટ સ્વરૂપ માનવમાં આવે છે.

માતાના પૂજન થી શું થશે લાભ

મા બ્રહ્મચારિણીની પૂજા આરાધના કરવાથી ભક્તોને અનંક ફળ પ્રાપ્ત થાય છે. બ્રહ્મચારિણી માતાનું પૂજન કરવાથી જ્ઞાન અને વિધ્યાની પ્રાપ્તિ થાય છે, કરેલું તપ સફળ થાય છે, સિદ્ધિ મળે છે

બ્રહ્મચારિણી માતાને શું અર્પણ કરવું?

બ્રહ્મચારિણી માતાની પૂજા મા માતાને ફળ, ખીર, સફેદ ફૂલ , ધૂપ , દીપ, નીવેદ અર્પણ કરવા

માતાના પૂજન થી જ્ઞાન અને મનની એકગ્રતા પ્રાપ્ત થાય છે , મનની ચંચળતા દૂર થાય છે

 

નવરાત્રીમાં આ મંત્રનો કરો જાપ

દધાના કર પદ્દમાભ્યામક્ષ માલા કમંડલું , દેવી પ્રશિદત મયિ બ્રહ્મચારિણી નૂત્તમા