શક્તિ આરાધનાના પર્વ નવરાત્રીમાં ત્રીજા દિવસે મા ચંદ્રઘંટા માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે.આજે એક સાથે બે નોરતા છે ત્યારે પ્રથમ ત્રીજા નોરના નો મહિમા જાણીશું

ચંદ્રઘંટામાતાના  મુગટ પર ઘંટ આકારનો ચંદ્ર એટલે ચંદ્રઘંટા કહેવામા આવે છે.  શિતળતા આપનારી દેવી મનની શિતળતા જ્યાં સુધી ના થાય ત્યાં સુધી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી.

ચંદ્રઘંટા નામ કેવી રીતે પડ્યું ?

મુગટ પર ઘંટ આકારનો ચંદ્ર એટલે ચંદ્રઘંટા કહેવામા આવે છે.  શિતળતા આપનારી દેવી મનની શિતળતા જ્યાં સુધી ના થાય ત્યાં સુધી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી.

ચંદ્રઘંટા માતાજીનું પૂજન કરવાથી શો લાભ થાય છે ?

માનસિક શાંતિ માટે પૂજન કરવું જોઈએ સાત્વિક ભાવને ઉત્પન્ન કરનારી દેવી ચંદ્રઘંટા મધુરવાણી આપનારી દેવી છે

માતાજીના સ્વરૂપનો મહિમા જાણીએ

આ દેવીના મસ્તક પર મુગટ પર ઘંટાના આકારનો અર્ધ ચંદ્રમા છે આથી આ દેવીને ચંદ્રઘંટા કહેવામાં આવે છે – આ દેવીના શરીરમાં ત્વચાનો રંગ સુવર્ણની માફક તેજસ્વી છે આથી દેવીનું આ સ્વરૂપ  શાંતિદાયક અને કલ્યાણકારી માનવામાં આવે છે વિદ્યાકીય સફળતા આપનારી છે આ દેવીને દસ ભૂજાઓ છે જે ખડ્ગ અને બીજા અસ્ત્ર શસ્ત્રથી સુશોભિત છે . વાઘ પર અસવાર આ દેવીની મુદ્રા યુધ્ધ માટે તત્પર છે – આ દેવીની કૃપાથી સાધક્કે અલૌકીક વસ્તુઓના દર્શન થાય છે અને દિવ્ય સુગંધની અનુભૂતિ થાય છે

પ્રસાદં તનુતં મહ્યં ચંદ્રઘંટેતિ વિશ્રુતા

ચંદ્રઘંટા માતાજીને શું અર્પણ કરવું ? દૂધમાંથી બનેલી વિવિધ વાનગીઓ અર્પણ કરવામાં આવે છે. ઠંડા પદાર્થો માતાજીને અર્પણ કરવા દુધ,ફળના જ્યુસ અને ઠંડી વસ્તુઓ અર્પણ કરી શકાય ઠંડી સુખડીનો પ્રસાદ અર્પણ કરી શકાય

ચંદ્રઘંટા માતાજી ને ભુવનેશ્વરી તેમજ શીતળા માતાજી સાથે સરખાવી શકાય

આજનો મંત્ર- રિં ચંદ્રઘંટા દેવ્યૈ નમઃ મંત્ર ની માળા કરવી

આ સાથે જ આજે ચોથું નોરતું પણ છે ત્યારે આજ ના દિવસે માં કુષ્માંડા માતાજીની પૂજા કરવામાં આવે છે. આદિશક્તિ માં દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે કુષ્માંડા માતા. કુષ્માંડાનો અર્થ જેના ઉદરમાંથી આખુ બહ્માંડ ઉત્પન્ન થયું માતાજીના હાસ્યમાંથી બધી વસ્તુ  ઉત્પન્ન થઈ બ્રહ્માંડની પૂર્વ આદિશક્તિ છે. કુષ્માંડ દેવી સૂર્યમંડળના અંદરના ભાગે રહેનારી દેવી, કુષ્માંડા બ્રહ્માંડનું સંચાલન કરનારી દેવી, કુષ્માંડા આખા બ્રહ્માંડને ઉર્જા આપનારી દેવી છે.

 કેવું છે કુષ્માંડા માતાજીનું સ્વરૂપ

આ દેવીને આઠ ભૂજાઓ છે આથી એને અષ્ટભૂજા પણ કહેવામાં આવે છે – એમના સાત હાથોમાં ક્રમશઃ કમંડળ , ધનુષ્ય , બાણ , કમળ પુષ્પ , અમૃતપૂર્ણ કુંભ , ચક્ર અને ગદા છે જ્યારે આઠમા હાથમાં સમગ્ર સિધ્ધીઓ અને નિધિને દેનારી જપમાળા છે – આ દેવીનું વાહન વાઘ છે અને દેવીનું સ્થાન સૂર્યમંડળની ભીતર છે , સૂર્યમંડળની ભીતર રહેવાની શક્તિ એકમાત્ર આ દેવીમાં જ છેઆ દેવીનું શરીરની તેજસ્વીતા અને આભા સૂર્યની માફક  દૈદીપ્યમાન છે , આ દેવીના કારણે દસે દિશાઓ પ્રકાશિત છે .

સુરાસંપૂર્ણ ક્લશં રુધિરાપ્લુતમેવ ચ | દધાના હસ્તપદ્માભ્યાં કૂષ્માંડા શુભદાસ્તુ મેં ||

માતાજીના પૂજન કરવાથી થતો લાભ

બ્રહ્માંડમાં આ દેવીના કારણે પ્રકાશ ફ્લાયેલો છે માતાજીનું પૂજન કરવાથી મેઘા જાગૃત થાય છે બ્રહ્માંડના રહસ્યોની જાણકારી પ્રાપ્ત થાય છે માતાજીનું પૂજન કરવાથી વિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે

જાણો કુષ્માંડા માતાજીના સ્વરૂપનો મહિમા::-

કુ એટલે પૃથ્વી કુ એટલે બ્રહ્માંડ બ્રહ્માંડના સર્વલોકમાં વ્યાપ્ત આ દિવ્યશક્તિ છે આત્મસ્ફુરણા પ્રાપ્ત થાય છે

માતાજી ને શું કરવું જોઇએ અર્પણ

દેવી કુષ્માંડને કોળાનું બલિદાન અપાય છે કોળામાંથી બનેલી વાનગી , ફળ વગેરે અર્પણ કરવા જોઈએ લાલ અને લીલા રંગના પુષ્પો અર્પણ કરી શકાય

આજનો વિશેષ મંત્ર

રિં કુષ્માંડા દેવ્યૈ નમઃ ||  આ મંત્રની માળા કરવી .. || અસ્તુ ||