સુરતના સચિન GIDCમાં કેમિકલ ભરેલું ટેન્કર ખુલ્લામાં ઠાલવવામાં આવતાં ઝેરી અસરથી 6 લોકોનાં મોત થયાં છે,. અહીંની એક પ્રિન્ટિંગ મિલમાં વહેલી સવારે ગેસ લીક થયો હતો.જેનાથી છ કર્મચારીઓનો શ્વાસ રૂંધાઈ ગયો અને તેઓએ જીવ ગુમાવ્યો. 20થી વધુ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ વિશ્વ પ્રેમ ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ મિલ પાસે ટેન્કરમાંથી ગેસ લીક થવાને કારણે આ અકસ્માત થયો હતો.
જણાવવામાં આવી રહ્યું છે કે મિલની પાસે એક ગટર છે. વહેલી સવારે એક અજાણ્યો ટેન્કર ચાલક તે નાળામાં ઝેરી કેમિકલ ઠાલવતો હતો. તે જ સમયે, ઝેરી ગેસ લીક થવા લાગ્યો. મિલ કામદારો પણ તેની ઝપેટમાં આવી ગયા અને લોકોનો શ્વાસ રૂંધાવા લાગ્યો. આ માહિતી લોકો સુધી પહોંચતા જ ખળભળાટ મચી ગયો હતો.પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ જાણવા મળી રહ્યું છે.








