ગાયિકા લતા મંગેશકરને કોવિડ 19 માં સંક્રમિત થયા પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સુપ્રસિદ્ધ ગાયિકા હાલમાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ICU માં સારવાર હેઠળ છે.તેની ભત્રીજી રચનાએ પુષ્ટિ આપી કે લતા મંગેશકરને  હળવા લક્ષણો છે. વૃદ્ધાવસ્થાની તબિયત લથડતા તેને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે .