ગુજરાતમાં વર્ષ 2022માં 182 બેઠક પર વિધાનસભાની ચૂંટણી યોજવા જય રહી છે ત્યારે ગુજરાતમાં ભાજપ , કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી આ ત્રણેય પક્ષ ચૂંટણી ની તડામાર તૈયારી કરી રહ્યા છે ત્યારે ઉત્તરપ્રદેશ ની જેમ ગુજરાતમાં પણ તોડજેડીની રાજનીતિએ વેગ પકડ્યો છે અને છૂટની વહેલી યોજાશે તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી ત્યારે ગાંધીનગર ખાતે સી.આર.પાટીલએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં જણાવ્યું હતું કે, ચૂંટણી ગમે ત્યારે થાય પણ ભાજપના કાર્યકર્તાઓ તૈયાર છે.આ સાથે તેમણે વધુમાં કહ્યું કે,ચૂંટણી ડિસેમ્બરમાં જ યોજાશે.

જોકે, સીઆર પાટિલ એ આ પહેલા એક જાહેરાત કરી હતી અને તેમાં એમ જણાવ્યુ હતું કે રૂપાણીની આગેવાનીમાં ગુજરાતમાં ચૂંટણી યોજાશે ત્યારે જોવાનું રહ્યું કે ગુજરાતમાં ભાજપ તરફ થી મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે.