તારીખ 22 મી ડિસેમ્બર અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ના હોલમાં માનનીય શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર મહેમાન પદે એક ભવ્ય સમારોહ યોજાયો જેમાં ગુજરાતમાંથી શૈક્ષણિક ક્ષેત્રે આગળ કારકિર્દી કરવા માંગતા તેમજ સરકારી લોન નો ઉપયોગ કરીને અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.
આ પ્રસંગે બોલતા માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોલે જણાવ્યું હતું કે ગરીબી ની હું વાત નથી કરતો પણ મેં નજરે નિહાળી છે. હું એની વચ્ચે જીવ્યો છું અને એટલે જ સામાન્ય પરિસ્થિતિ જેના વાલીઓને જ્યારે 15 લાખ રૂપિયાની લોન માત્ર ચાર ટકા વ્યાજના દરે મળે અને એમાંથી વિદ્યાર્થીઓ વિદેશ જાય એ સમગ્ર રાજ્ય માટે અત્યંત ગૌરવ ની વાત છે.
માનનીય લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી જેમણે 2035 માં મેકિંગ ઇન્ડિયા ભારત દેશના તમામ સ્કીલ વર્કર એ વિદેશના ખૂણે ખૂણામાં પહોંચી પોતાના શ્રેષ્ઠતમ કામ દ્વારા સમગ્ર વિશ્વને ઝળહળતું કરશે એવી નેમ દાખવી છે. માનનીય મુખ્ય મંત્રી શ્રી દ્વારા ભારતીય જનતા પાર્ટીની ભરોસા સરકાર પર જેમ લોકોએ ભરોસો મૂક્યો છે તેમ તમે પણ વિદેશમાં જઈ અને તમારા વાલીઓએ તમારા ઉપર તથા ગુજરાત સરકારે તમારા પર મુકેલો ભરોસો સાર્થક કરજો. તો તમે ભણીને લોકોની તમે સેવા કરજો આવું કહ્યું હતું.
આ પ્રસંગે મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઈઝેશન ના ડાયરેક્ટર શ્રી ઉમંગ પટેલ એ બુકે નહીં બુક એવા માનનીય ડીંડોડ સાહેબના સૂચનાનો પાલન કરીને આવેલા તમામ વિદ્યાર્થીઓને એમબીબીએસની તમામ પુસ્તકોનો સેટ સાહેબના આશીર્વાદથી ભેટ આપ્યો હતો. ઉમંગ પટેલને શિક્ષણ મંત્રી દ્વારા શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે કરેલી ઉત્તમ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા .ર્ડો અનિલ ચૌહાણ દ્વારા વિદ્યાર્થીઓ નાં વાલીઓ ને પેરેન્ટ્સ રોલ વિશે વાત કરી વિદ્યાર્થીઓ ને માનસિક સ્વાસ્થ્ય ની પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત મયુર જાદવનું પણ વિદેશ અભ્યાસ ઈચ્છુક વિદ્યાર્થીઓને ને માર્ગદર્શન મળે તેના માટે સન્માનિત કરવા માં આવ્યા હતા. મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનીઝેશન છેલ્લા ૧૫ વર્ષથી મેડિકલ ક્ષેત્ર માં અભ્યાસ કરવા તથા કારકિર્દી બનાવવા ઇચ્છુક ગુજરાતના વિદ્યાર્થીઓ તથા વાલીઓને માર્ગદર્શન પૂરું પાડતી સંસ્થા છે. છેલ્લા ૧૫ વર્ષ માં મેડિકલ ની એન્ટ્રન્સ એક્ઝામ જેવી કે NEET -UG, AIIMS , NEET -PG , NEXT નું કોચિંગ તેમજ મેડિકલ એડમિશન આપવા નું કાર્ય કરી રહી છે. ગુજરાત સરકાર ની અલગ અલગ યોજના / સ્કૉલરશિપ / વિદેશ લોન સહાય યોજના નો લાભ લઈ ગુજરાત નાં વિદ્યાર્થીઓ વિદેશ માં મેડિકલ નો અભ્યાસ કરી ડૉક્ટર બનવા નું સપનું પૂરું કરી રહ્યા છે.







