રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. વરસાદના ત્રીજા રાઉન્ડે ધબધબાટી બોલાવી છે.સૌરાષ્ટ્રના જૂનાગઢ ત્યારબાદ અમરેલી સહિતના અનેક વિસ્તારોમાં વરસાદે ભારે તારાજી સર્જી છે. લોકો મેઘરાજાના તાંડવના કારણે લોકો ત્રાહિમામ થઈ ચૂક્યા છે. તેમ છતાં વરસાદનું આ તાંડવ પણ હજુ યથાવત રહેશે. હજુ પણ વરસાદનું જોર ઘટવાની કોઈ શક્યતા નથી.
રાજ્યમાં ફરી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં આગામી 24 કલાક વરસાદનું જોર યથાવત રહેશે તેમજ નવસારી, જામનગર, કચ્છમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે.
આગામી 24 કલાક ગુજરાત માટે ભારે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગાણી 24 કલાક ચાર જિલ્લા માટે હજુ પણ ભારે રહેશે. રાજ્યના ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, ભાવનગર અને વલસાડ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ છે. વડોદરા, ભરૂચ, સુરત, આણંદ, નવસારીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, જામનગર, પોરબંદર, જૂનાગઢમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
હવામાન વિભાગે વરસાદને લઈ રાજકોટ, દ્વારકા અને ભાવનગરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે જૂનાગઢમાં હજુ પણ અતિભારે વરસાદ રહેશે જ્યારે નવસારી, જામનગર, કચ્છમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. તેમજ અમરેલી, સોમનાથ, જૂનાગઢ, ભરૂચ અને વડોદરામાં પણ ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં પણ અતિભારે વરસાદ રહેશે અને આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે અને 2 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે.
હવામાન નિષ્ણાંતની આગાહી શું કહે છે ?
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, વેરાવળ, જૂનાગઢ, માણાવદર, પોરબંદર, દ્વારકા, ઓખા, માંડવી, કચ્છમાં ભારે વરસાદ થશે. વધુમાં આગાહી કરતા જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં વરસાદનુ જોર ઘટશે અને અમરેલી, જૂનાગઢ, મોરબીમાં મધ્યમ વરસાદ રહેશે. સુરેન્દ્રનગર, રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ, આણંદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.







