નવી દિલ્હી: India TV-CNX Poll Survey: આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે લોકસભાની ચૂંટણીને લઈ અત્યારથી જ સમીકરણો તૈયાર થવા ;લાગ્યા છે. રાજકીય નિર્ણયો લેવાવા લાગ્યા છે. તોડજોડની રાજનીતિ તેજ બની છે. બીજી તરફ આરોપ પ્રત્યારોપની રાજનીતિએ પણ વેગ પકડ્યો છે. આ દરમિયાન 2014ની લોકસભા ચૂંટણીથી, દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ છેલ્લા 9 વર્ષથી સત્તાવનવાસમાં છે. દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેના માટે તમામ પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. India TV-CNXએ લોકસભામાં કઈ પાર્ટીના પ્રદર્શનને લઈને એક સર્વે કર્યો છે.

આ સર્વેમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે જો હવે ચૂંટણી થાય તો દેશમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળશે. જે મુજબ, જો હવે ચૂંટણી યોજાય તો વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાને 543માંથી કુલ 175 લોકસભા બેઠકો મળવાની ધારણા છે.

કોંગ્રેસને મળી શકે 66 સીટ
આ તમામ સીટોમાં કોંગ્રેસને કુલ 66 સીટ મળી શકે છે. જેનાથી તે દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટી બની જશે. આ ઉપરાંત 66 સીટ જીત્યા પછી કુલ સંસદ સદસ્યોની સંખ્યા (543)ના નિશ્ચિત 10 ટકા સાંસદોના આંકડાને પણ કોંગ્રેસ પાર કરી જશે. જેનાથી સરકારને કોંગ્રેસ પાર્ટીને વિપક્ષી પાર્ટીનો દરરજો આપવો પડશે.

ભાજપના સાંસદોની સંખ્યા ઘટશે
India TV-CNX સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે, આગામી ચૂંટણીમાં ભાજપના સાંસદોની સંખ્યા ઘટીને 318થી 303થી 290ની વચ્ચે આવવાની શક્યતા છે. આ સિવાય સર્વેમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે, મમતા બેનર્જીના નેતૃત્વવાળી ટીએમસી સદનમાં કુલ 29 સીટ જીતીને સદનમાં ત્રીજા નંબરની મોટી પાર્ટી બની શકે છે. તો વાઈએસઆર કોંગ્રેસ પાર્ટી આંધ્રપ્રદેશમાં 18 સીટ જીતીને લોકસભામાં ત્રીજી મોટી પાર્ટી બની શકે છે. જો કે 2019ની લોકસભા ચૂંટણીમાં વાઈએસઆરે રાજ્યમાં કુલ 22 સીટ જીતી હતી.

કેજરીવાલ અને ઉદ્ધવ માટે પણ સારા સમાચાર
આ ઉપરાંત ઉદ્ધવ બાલા સાહેબ ઠાકરેની શિવસેના પણ આ સર્વેમાં મજબૂત બનતી દેખાઈ રહી છે. જો આજે ચૂંટણી થાય તો મહારાષ્ટ્રમાં 11 સીટ સુધી જીતી શકે છે. તો બીજી તરફ અરવિંદ કેજરીવાલ પણ દિલ્હી-પંજાબમાં 10 લોકસભા સીટ જીતી શકે છે.