અમદાવાદ: ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતનું નિવારણ લાવવા માટે AMC એક્શન મોડમાં આવ્યું છે. હવે જો તમે રોંગ સાઈડમાં તમારું વાહન ચલાવશો તો તમારા વાહનનાં ટાયર ફાટી જશે. ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ AMC અને ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી છે. AMC હવે ટાયર કિલર સ્પીડ બ્રેકર લગાવી રહ્યું છે.

અમદાવાદમાં હવે રોંડ સાઈડ વાહન ચલાવનાર સામે કાર્યવાહી કરવાના બદલે નવો જ તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. AMC દ્વારા ચાણક્યપુરી બ્રિજ નજીક રોંગ સાઈડ જતા વાહનોને રોકવા માટે ટાયર કિલર સ્પીડ બ્રેકર લગાવાયાં છે. જે વાહન રોન્ગ સાઈડમાં જશે એના ટાયરને મોટું નુકશાન થશે. હાલ પ્રાયોગિક ધોરણે ચાણક્યપુરી બ્રિજથી પ્રભાત ચોક તરફના બન્ને સર્વિસ રોડ પર અમલવારી કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં કારગિલ , ઇસ્કોન , શાસ્ત્રીનગર , જ્જીસ બંગ્લો એરિયામાં પણ કડક અમલ થશે. રોંગ સાઈડમાં વાહન હંકારતા અમદાવાદીનું આવી બનશે. AMCએ સર્વિસ રોડ પર ટાયર કિલર સ્પીડ બ્રેકર લગાવવાની કરી શરૂઆત કરી દીધી છે. રોંગ સાઈડમાં વાહન ચલાવશો તો ગાડીનું ટાયર પણ ફાટી શકે છે.

બોક્સ માર્કિંગ પણ થઈ ચૂક્યું છે શરૂ
રાજ્યમાં સૌ પ્રથમ વખત અમદાવાદના પાંજરાપોળ ચાર રસ્તા પર બોક્સ માર્કિગ તૈયાર કરવામાં આવ્યું છે. ચાર રસ્તા પર ટ્રાફિકજામ અટકાવવાનો હેતુથી પોલીસ વિભાગ અને એએમસી સંયુક્ત ક્રમે બોક્સ માર્કિગ તૈયાર કરાયું છે. આગામી સમયમાં શહેરમાં આવા 25 જંક્શન પર પણ બોક્સ માર્કિગ થશે.ચાર રસ્તા જંક્શન પર પીળા પટાની ડિઝાઇન દોરેલા વિસ્તારમાં કોઇપણ વાહન ઉભુ રાખવા પર પ્રતિબંધ રહેશે. અમદાવાદ શહેરમાં એએમસી સૌથી વધુ ટ્રાફિક ધરાવતા શહેરના 25 ચાર રસ્તા પર આવા બોક્સ માર્કિગ બનાવાનું આયોજન કરાયું છે. આ બોક્સ માર્કિગ ચાર રસ્તા પર ટ્રાફિક જામને અટકાવે છે. જંકશનના ચારેય રસ્તા આવરી લેવાય છે. ભારે ટ્રાફિક ધરાવતા જંકશન બ્લોક ન થઇ જાય તે માટે આ ડિઝાઇન તૈયાર કરવામા આવી છે.

શહેરના પાંજરાપોળ ચાર રસ્તા પર આ બોક્સ માર્કિગ બનાવવામાં આવ્યું છે. આ બોક્સ માર્કિંગ આરટીઓ સર્કલ,ઉસ્માનપુરા, નહેરુનગર, પાલડી ચાર રસ્તા ,ઘેવર સર્કલ,રક્ષા શક્તિ સર્કલ,નમસ્તે સર્કલ,એરપોર્ટ સર્કલ,ગોલ્ડન કતાર સામે,મેમ્કો, રામેશ્વર,શાહેઆલમ, દાણીલીમડા, આવકાર હોલ,હિરભાઇ ટાવર, એનએફડી,પ્રહલાદનગર,મકરબા, મેરી ગોલ્ડ ૩ રસ્તા ,અનુપમ,નિકોલ,ખોડિયાર મંદિર, વિરાટનગર આ તમામ વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ વિસ્તારોમાં AMCએ સર્વિસ રોડ પર ટાયર કિલર સ્પીડ બ્રેકર લગાવવાની કરી શરૂઆત કરી દીધી છે. રોંગ સાઈડમાં વાહન ચલાવશો તો ગાડીનું ટાયર ફાટી જશે એ વાત તો નક્કી જ છે.