ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. જિલ્લામાં સોમવારે વાંદરાના હુમલામાં 10 વર્ષના બાળકનું મોત થયું હતું.પોલીસ અને વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટના દહેગામ જિલ્લાના સાલ્કી ગામમાં બની હતી.બાળક તેના મિત્રો સાથે મંદિર પાસે રમી રહ્યો હતો.આ દરમિયાન વાંદરાઓએ તેના પર હુમલો કર્યો.વાંદરાઓના આ હુમલામાં બાળકના આંતરડા પણ બહાર આવી ગયા હતા.પોલીસે જણાવ્યું કે મૃતક બાળકની ઓળખ દીપક ઠાકુર તરીકે થઈ છે

એક અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના બાદ બાળકને તાત્કાલિક તેના ઘરે અને ત્યાંથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.વન વિભાગના અધિકારી વિશાલ ચૌધરીએ જણાવ્યું કે, વાંદરાના હુમલાથી બાળકના આંતરડા પણ બહાર આવી ગયા હતા .એક અઠવાડિયામાં ગામમાં વાંદરાઓનો આ ત્રીજો હુમલો છે.વાંદરાઓને પકડવા માટે સતત પ્રયાસો ચાલુ છે.

ઓફિસર વિશાલ ચૌધરીએ કહ્યું કે- અમે છેલ્લા એક સપ્તાહમાં બે લંગુરને પકડ્યા છે.અન્ય લંગુરોને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા છે.ગામમાં વાંદરાઓનું એક મોટું જૂથ છે, જેમાં ચાર પુખ્ત વયના વાંદરાનો સમાવેશ થાય છે, જેઓ છેલ્લા અઠવાડિયામાં આ હુમલાઓમાં સામેલ છે.ખતરનાક બની ગયેલા પુખ્ત વાંદરાઓમાંથી બેને પકડી લેવામાં આવ્યા છે.અન્ય એકને પાંજરામાં પકડવાના પ્રયાસો ચાલુ છે.