રંગીલા રાજકોટની અનેક ઓળખાણ છે ત્યારે સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ ઉદ્યોગોનું હબ ગણાય છે. રાજકોટમાં બનતા અનેક મશીનરીના સ્પેર પાર્ટ વિદેશમાં પણ મોકલવામાં આવે છે ત્યારે વાત કરીએ શહેરના એક ઉમદા કારીગરની જે પોતાની આવડતથી અને કરિગરીથી ટ્રેનના એન્જીન, કાર, ટ્રક, તેમજ અનેક વેરાયટીના બાઇક પણ બનાવ્યા છે. ત્યારે જોઈએ ઉમદા કારીગરની એક વિશેષ રજૂઆત….

રાજકોટ ઔદ્યોગિક હબ ગણાય છે ત્યારે શહેરના અનેક નાના-મોટા કારખાનામાં મોટી સંખ્યામાં કારીગરો કામ કરતા હોય છે. ત્યારે રાજકોટમાં રહેતા મુકેશભાઈ આસોડિયા ટુલ્સ બ્રેજિંગ લોહારી ભઠ્ઠી કામ કરે છે તેઓ કારીગર તો છે જ પરંતું તેઓ ઉમદા કારીગર છે. ત્યારે આવો જોઈએ કે આ ઉમદા કારીગર કઈ રીતે કમાલ કરી ઉમદા કારીગરી દેખાડે છે.

છેલ્લા વિસ વર્ષથી કારીગર તરીકે કામ કરતા મુકેશ ભાઈ એક ઉમદા કારીગર છે. અને કારીગર તરીકે પોતાની કમાલ પણ દેખાડે છે.. મુકેશભાઈ છેલ્લા સાત વર્ષથી પોતાની મહેનતથી અવનવા મોડેલ તૈયાર કરે છે. જેમાં અલગ અલગ – ટ્રેનના એન્જીન, કાર, ટ્રક, તેમજ અનેક વેરાયટીના બાઇક પણ બનાવ્યા છે..

તૈયાર કરી છે અલગ અલગ મોડેલ
મુકેશભાઈ અલગ-અલગ પ્રકારના મોડેલ તૈયાર કરે છે જેમાં ટ્રેનના એન્જિન, બાઈક, બુલેટ ,ઓડી કાર, તેમજ અલગ અલગ પ્રકારના નાના મોડલો તૈયાર કરે છે. સાથોસાથ પેટ્રોલ ડીઝલથી ચાલતા મીની બાઈક પણ બનાવે છે તે ઉપરાંત રાજકોટ એ કારખાનાનું હબ હોય તેથી મુકેશભાઈ અલગ-અલગ મશીનોના મોડલ પણ તૈયાર કરે છે..

મુકેશભાઈના અનેક પ્રકારના મોડેલો જોવા માટે દેશ-વિદેશીથી અનેક લોકો આવે છે. અને મસમોટી રકમ આપીને ખરીદી પર કરે છે. ત્યારે મુકેશભાઈને તેમના કારીગરે કહ્યું કે આપણે આ પ્રકારના મોડલ તૈયાર કરીએ તો. અને ત્યાર બાદ મુકેશભાઈએ પોતાના કામમાંથી ફ્રી થાય ત્યારે વેસ્ટ માંથી બેસ્ટ બનાવવાનો પ્રયાસ કરે છે.

ઈન્ડસ્ટ્રીઝમાં ચાલે તેવા લેથ મશીન, ગરાઇન્ડર મશીન, પાવર પ્રેસ, ઇલેક્ટ્રિક વેલ્ડીંગ મશીન, રેકશો મશીન વગેરે જેવા અનેક મોડેલો પણ મુકેશભાઈ તૈયાર કરે છે. ઓરીજનલની આબેહૂબ નકલ એક થી દોઢ મહિનામાં તૈયાર કરી નાખે છે. તેમજ વજનમાં પણ ખુબ જ ભારે હોય તે પ્રકારના એન્જિન બનાવે છે. અને પેટ્રોલ ડીઝલથી ચાલતી બાઈક પણ તેઓ તૈયાર કરે છે.

આવા અનેક કારીગરો પોતાની કમાલ દેખાડતા હોય છે. ત્યારે આ પ્રકારના મોડેલો લોકો નિહાળી શકાય તે માટે શહેરમાં એક નાનું મ્યુઝિયમ હોય જેથી લોકો પણ મોડલને નિહાળી શકે અને તેઓને તેઓને પણ ખ્યાલ આવે કે રાજકોટ અને સૌરાષ્ટ્રના કારીગરો પોતાની મહેનતથી કમાલ દેખાડી શકે છે.